તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટમાં મોડીરાત્રે ફાયનાન્સ કંપનીના કર્મચારીને છરી મારી , ઘટના CCTVમાં કેદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ: બજરંગવાડી નજીક રહેતા અને ફાયનાન્સ કંપનીમાં બે વર્ષથી રિકવરી એજન્ટ તરીકે નોકરી કરતો 24 વર્ષીય આકાશ અરૂણભાઇ સોઢા પર રાત્રીના એક વાગ્યે હુમલો થયો હતો. આકાશ મિત્રો સાથે સાધના હોટેલમાં નાસ્તો કરવા ગયો હતો. ત્યારે અજાણ્યા શખ્સોએ નજીવી બાબતે ઝઘડો કર્યા બાદ બહાર નીકળી છરીથી હુમલો કર્યો હતો. ઘાયલ આકાશ સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં પોલીસે તેની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો હતો.

 

ત્રણની ધરપકડ કરી

 

આ મામલાની પોલીસ ફરીયાદ શહેરના એ ડિવીઝન પોલીસ સ્ટેશનમા નોંધાતા પોલીસે સોહિલ, સુનિલ અને ધીરજ નામના શખ્સોની ધરપકડ કરી છે. જ્યારે અન્ય હુમલો કરનાર ચાર શખ્સોની શોધખોળ શરૂ છે. 

અન્ય સમાચારો પણ છે...