તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટમાં CP કચેરીમાં કેરોસીન છાંટી યુવકનો આત્મવિલોપનનો પ્રયાસ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આંગ ચાંપે તે પહેલા બંદોબસ્તમાં રહેલા પોલીસે પકડી લીધો 
રાજકોટ:ઉપલાકાંઠા વિસ્તારની રણછોડનગરમાં રહેતા યુવકનાં મકાનની જપ્તીની બેંકે નોટિસ કાઢતાં યુવકે પોલીસ કમિશનર કચેરીમાં આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. યુવકે શરીર પર કેરોસીન છાંટતા જ પોલીસમાં દોડધામ મચી ગઇ હતી. જો કે બાદમાં પોલીસે યુવકની અટકાયત કરી હતી.

1) ઉમેશ આગ ચાંપે તે પહેલા જ પોલીસે અટકાયત કરી

રણછોડનગરમાં રહેતો ઉમેશ બાબુભાઇ મુંધવા સોમવારે રાત્રે નવકે વાગ્યે પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યો હતો. કમિશનર કચેરીના ગેટમાં પ્રવેશતાની સાથે જ ઉમેશે પોતાની પાસે રહેલા ડબ્બામાંથી કેરોસીન પોતાના શરીર પર છાંટ્યું હતું. ઉમેશ આગ ચાંપે તે પૂર્વે જ ક્રાઇમબ્રાંચના પીએસઆઇ ધાંધલિયા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને ઉમેશને બચાવી લીધો હતો. ઉમેશ કેરોસીનથી લથબથ થઇ ગયો હતો અને તેને બચાવવા જતાં પોલીસ સ્ટાફ પણ કેરોસીનથી લથબથ થયા હતા. 

ઉમેશે પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે, આંધ્રબેંકમાંથી તેણે પોતાના મકાન પર લોન લીધી હતી અને બેંકમાં રૂ.36 લાખ ચૂકવવાના હતાં, પરંતુ કેટલાક સમયથી પોતે રકમ નહી ચૂકવી શકતા બેંકે મકાન જપ્તિની નોટિસ કાઢી હતી. ઉમેશે બેંકના અધિકારીઓને મળી રૂ.15 લાખ ભરપાઇ કરવાની તૈયારી બતાવી હતી પરંતુ બેંકે રૂ.36 લાખ નહી મળે તો મકાન જપ્ત થઇ જશે તેવી ચીમકી દેતા ઉમેશ ગભરાઇ ગયો હતો. બેંક મકાન જપ્ત કરશે તો 17 સભ્યોનો પરિવાર રસ્તા પર આવશે તેવા ભયથી યુવકે પોલીસ કમિશનર કચેરીમાં આત્મવિલોપનની કોશિશ કરી હતી. પ્ર.નગર પોલીસે ઉમેશ સામે અટકાયતી પગલાં ભર્યા હતા.