તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાંકાનેરના સરતાનપરમાં પ્રેમી સહિત ચાર શખ્સોએ યુવતીના પિતાની હત્યા કરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • આરોપી પ્રેમી, પિતા અને બન્ને ભાઈ હત્યા કરી ફરાર
વાંકાનેર: વાંકાનેર તાલુકાના સરતાનપર ગામે રહેતા અરજણભાઇ સાડમીયા મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. મૂળ વીંછિયા તાલુકાના છાસિયા ગામના વતની અરજણભાઈ તેમની પત્ની પૂરીબેન, પુત્રી મંજુબેન સાથે રહેતા હતા. મંજુબેનને રામજીભાઈ માથાસુરીયા સાથે પ્રેમ સંબંધ હોય અને આ બાબતે  શુક્રવારે રાત્રે રામજીભાઈ જોરૂભાઈ માથાસુરીયા તેના ભાઈ ભીખાભાઈ, દેવાભાઈ અને પિતા જોરૂભાઈ જેરામભાઈ સહિતના અરજણભાઈને મળવા આવ્યા હતા. જ્યાં મંજુને રામજીના ઘરમાં બેસાડવાની વાત કરી હતી. જો કે અરજણભાઈએ ના પાડતા બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડામાં રામજીએ ભંગારના ઢગલામાંથી લોખંડનો પાઈપ લઇ અરજણભાઇના માથામાં અને પગના ભાગે ફટકારી હત્યા કરી હતી.

1) પિતાની હત્યા બાદ માતા-પુત્રીને માર માર્યો

બાદમાં ભીખાભાઈ, જોરૂભાઈ અને દેવાભાઈએ પૂરીબેન અને મંજુબેનને લોખંડના સળિયા, ધોકા અને પાઈપથી માર મારી ઈજા પહોચાડી ફરાર થઇ ગયા હતા. ઈજાગ્રસ્ત હાલતમાં માતા-પુત્રીને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. બનાવની જાણ થતા વાંકાનેર તાલુકા પીએસઆઈ એસ. એ. ગોહિલ અને સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહનો કબ્જો મેળવી પીએમ માટે ખસેડ્યો હતો. આ અંગે મૃતકના પત્ની પુરીબેને ચારેય આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ચારેયની શોધખોળ હાથ ધરી છે.

 

(માહિતી: કિશન પરમાર, મોરબી)