પાણીકાપ / ન્યારી લાઇનમાં ફરી લીકેજ, આજે રાજકોટના વોર્ડ નં.2,7,10માં વિતરણ બંધ

DivyaBhaskar.com | Updated - Mar 16, 2019, 11:11 AM
water cut in rajkot's three ward

  • ત્રણ દાયકાથી પણ જૂની પાણીની મુખ્ય પાઇપલાઇન લિકેજ

રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકાએ ત્રણ દાયકા પહેલા નાખેલી પાઇપલાઇનમાં ફરી લિકેજ થતા ત્રણ વોર્ડમાં આજે પાણી વિતરણ બંધ રહેશે. શનિવારે બપોરે 12 કલાક બાદ પાણી વિતરણ થતા વોર્ડ નં.2,7 અને 10 પાર્ટ વિસ્તારમાં પાણી પુરવઠો બંધ રહેશે.

રિપેરિંગ ટકી રહે તે માટે વિતરણ બંધ: ત્રણ દાયકાથી પણ જૂની પાણીની મુખ્ય પાઇપલાઇન ફરી એક વખત લિકેજ થઇ છે. પંચવટી વિસ્તારમાં નવી પાઇપલાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે. આ દરમિયાન જૂની પાઇપલાઇન ફરી એક વખત લિકેજ થતા ત્રણ વોર્ડમાં શનિવારે પાણી વિતરણ બંધ રાખવામાં આવ્યું છે. વેસ્ટ ઝોનના સિટી ઇજનેર એચ.યુ દોઢિયાએ જણાવ્યું હતું કે વર્ષો જૂની પાઇપ લાઇન ફરી એક વખત લિકેજ થઇ છે. આ લિકેજ રિપેર કરવામાં આવ્યો છે પરંતુ રિપેર કર્યા બાદ તે રિપેરિંગ ટકી રહે તે માટે પાણી બંધ કરવું જરૂરી છે. જેના પગલે આજે વોર્ડ નં.7,2 અને 10ના વિસ્તાર કે જ્યાં બપોરે 12 વાગ્યા બાદ પાણી વિતરણ થાય છે તે વિસ્તારમાં પાણી વિતરણ બંધ રહેશે.

X
water cut in rajkot's three ward
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App