જેતપુર / સબ જેલમાં પાન-ફાકી લઇ જવાની ના પાડતા બે શખ્સોએ કોન્સ્ટેબલનું ગળુ દબાવી માથામાં મોબાઇલ માર્યો

DivyaBhaskar.com | Updated - Mar 16, 2019, 02:10 PM

  • પોલીસે બંને શખ્સોની ધરપકડ કરી

જેતપુર: જેતપુરની સબ જેલના કોન્સ્ટેબલ જગદીશ ઘૂંઘલ પર બે શખ્સોએ હુમલો કરતા સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. કિશોર શેખવા અને હેમંત શેખવા નામના બે શખ્સો પોતાનો મિત્ર જેલમાં હોય પાન-ફાકી આપવા આવ્યા હતા. ત્યારે કોન્સ્ટેબલે બંનેને અંદર પાન-ફાકી નહીં લઇ જવા કહેતા બંને શખ્સો ઉશ્કેરાયા હતા અને તેમનું ગળુ દબાવી માથામાં મોબાઇલ મારી હુમલો કરી દીધો હતો. પોલીસે બંને શખ્સોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મારો એક નખ કાઢી નાખ્યો: કોન્સ્ટેબલ જગદીશ ઘૂંઘલે જણાવ્યું હતું કે, હુમલો કરનાર બંને શખ્સોનો એક માણસ દારૂના કેસમાં લોકઅપમાં છે. આથી બંને શખ્સો ટિફિન અને પાન-ફાકી આપવા આવ્યા હતા. મેં પાન-ફાકી ન આપવા કહેતા મારો કાઠલો પકડી લીધો હતો અને કહ્યું હતું કે, તું બધાને બહું કાયદા ભણાવે છે. મારૂ ગળુ દબાવી માથામાં મોબાઇલ માર્યો હતો તેમજ મારો એક નખ કાઢી નાખ્યો છે.

X
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App