તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટમાં મશીનરી બદલવા આજે 8 વોર્ડના 1.25 લાખથી વધુ લોકોના પાણી માટે વલખા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ન્યારા પમ્પિંગ સ્ટેશનની મશીનરી બદલવા પાણીકાપ ઝીંકાયો
રાજકોટ: શહેરને પીવાનું પાણી પૂરું પાડતા આજી ડેમમાં સૌની યોજનાથી નર્મદાનું પાણી પહોંચાડવામાં આવ્યું છે, પરંતુ ન્યારા પમ્પિંગ સ્ટેશન પર નવી સ્ટેન્ડ બાય મશીનરી ઇન્સ્ટોલ કરવા માટે મંગળવારે શહેરના અલગ અલગ 8 વોર્ડમાં પાણી વિતરણ બંધ રાખવાની મહાનગરપાલિકાએ જાહેરાત કરી હતી. જેના પગલે આજે નવા રાજકોટના અંદાજે 1.25 લાખથી વધુ લોકોને પીવાના પાણીનું વિતરણ બંધ રહેશે. 

1) વોર્ડ નં.2 અને 8 પાર્ટ વિસ્તારમાં લો પ્રેશરથી પાણી વિતરણ

રાજકોટ મહાનગરપાલિકાના ન્યારા પમ્પિંગ સ્ટેશન પર નવી સ્ટેન્ડ બાય મશીનરી ઇન્સ્ટોલ કરવા માટે ન્યારા ઓફ ટેક આધારિત રેલનગર (વોર્ડ નં.3 પાર્ટ), બજરંગવાડી (વોર્ડ નં.2 અને 3 પાર્ટ), મવડી (12.30 પછીના વિસ્તારો વોર્ડ નં.8 પાર્ટ, 10 પાર્ટ અને 13 પાર્ટ) ચંદ્રેશનગર (વોર્ડ નં.8 પાર્ટ, 11 પાર્ટ અને 13 પાર્ટ), રિંગરોડ (વોર્ડ નં.9 પાર્ટ, 10 પાર્ટ) તથા રૈયાધાર (ગાંધીગ્રામ અને 150 ફૂટ રિંગ રોડ હેઠળ આવતા, વોર્ડ નં.1 પાર્ટ, 2 પાર્ટ, 9 પાર્ટ 10 પાર્ટ) પર આજે પાણી વિતરણ બંધ રાખવામાં આવ્યું છે. તેમજ સોજિત્રાનગર હેડ વર્કસ પરથી વોર્ડ નં.2 અને 8 પાર્ટ વિસ્તારમાં લો પ્રેશરથી પાણી વિતરણ કરવામાં આવ્યું હતું. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો