મોરબી / ચૂંટણી ટાણે વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી 469 દારૂની બોટલ સાથે ત્રણ શખ્સો ઝડપાયા

Divyabhaskar.com | Updated - Apr 16, 2019, 04:15 PM


  • પોલીસે 4 લાખના દારૂ સહિત 11 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
     

મોરબી:ચૂંટણી ટાણે વાંકાનેર બાઉન્ટ્રી ટોલનાકા પાસેથી પોલીસે 4 લાખની કિંમતનો વિદેશી દારૂ જપ્ત કરી કુલ 11 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વાંકાનેર પોલીસ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન આયસર ગાડીમાંથી ઈંગ્લીશની 469 બોટલો મળી આવી હતી. જેની કિંમત અંદાજીત 4 લાખ રૂપિયા જેવી છે. જેથી પોલીસે આઈસર ટ્રક GJ06XX9516, બલેનો ગાડી GJ05CF112, 6 મોબાઈલ નંગ મળી કુલ 11 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સાથે જ પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.

આરોપીઓના નામ

  1. બનેસંગ જોરસીંગભાઈ ધેલડા, રહેવાસી-સુરત (દારૂનો જથ્થો લાવનાર આરોપી)
  2. ઈશ્વર જયંતી રાછડિયા, રહેવાસી-સુરત (દારૂનો જથ્થો લાવનાર આરોપી)
  3. મુકેશ મગનભાઈ પરમાર, રહેવાસી-જામનગર જિલ્લો (ડ્રાઈવર)
  4. મનહરસિંહ હરીસિંહ જાદવ, રહેવાસી-રાજકોટ (દારૂનો જથ્થો લેનાર પોલીસ પકડથી દૂર)
  5. સુરજ, રહેવાસી-સેલવાસ (માલ ભરાવી આપનાર પોલીસ પકડથી દૂર)

X
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App