તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટમાં કોંગ્રેસને વધુ એક ફટકો, યુનિ.ના સેનેટ સભ્ય અને NSUIનાં પ્રમુખ ભાજપમાં જોડાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રવિવારે મુખ્યમંત્રીની હાજરીમાં ખેસ ધારણ કરશે

રાજકોટ:લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે. જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ અને સેનેટ સભ્ય ભરતસિંહ જાડેજા અને રાજકોટ શહેર-જિલ્લા NSUI પ્રમુખ જયકીશનસિંહ ઝાલા ભાજપમાં જોડાયા છે. આ બંને આવતીકાલે મુખ્યમંત્રીની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કરશે. આ સાથે જ 50 જેટલા કોંગ્રેસ કાર્યકરો અને NSUIના આગેવાનો ભાજપમાં જોડાશે.

ભરતસિંહ જાડેજાનું નિવેદન:રાહુલ ગાંધીના પરિવારમાં જૂથવાદ ચાલે છે. દેશની સેવા કરવા માટે ભાજપમાં જોડાયા છીએ. આગામી દિવસોમાં વધુ યુવાનો ભાજપમાં આવશે.

કોંગ્રેસમાં ભંગાણ:લોકસભાની ચૂંટણી નજીક આવતાં જ ભાજપ કોંગ્રેસમાં તોડજોડનું રાજકારણ શરૂ થઈ ગયું છે. થોડા દિવસ પહેલા જ જિલ્લા પંચાયતના કોંગ્રેસના સભ્યોને તોડીને ભાજપે વિપક્ષમાં ભંગાણ સર્જયું હતું. જિલ્લા પંચાયત બાદ હવે શિક્ષણ જગત સાથે સંકળાયેલા અને આજ દિવસ સુધી ભાજપનો કટ્ટર વિરોધ કરતાં સેનેટ સભ્યોને NSUI પ્રમુખ ભાજપ તરફ નમ્યા છે.