જામકંડોરણા / જયેશ રાદડિયાની કોલેજમાં ઓબ્ઝર્વરને જમવા, ચા-પાણીનો 'આગ્રહ' કરી ચેકિંગ કરતા અટકાવવાની તરકીબ

DivyaBhaskar.com

Mar 16, 2019, 11:03 AM IST
જયેશ રાદડિયાની ફાઇલ તસવીર
જયેશ રાદડિયાની ફાઇલ તસવીર
X
જયેશ રાદડિયાની ફાઇલ તસવીરજયેશ રાદડિયાની ફાઇલ તસવીર

 • બુધવારે જયેશ રાદડિયાની કોલેજમાં ઓબ્ઝર્વર તરીકે ગયેલા મહિલા અધ્યાપકે વાઇસ ચાન્સેલરને વાકેફ કર્યા 
 • કોલેજનો સ્ટાફ સહકાર આપતો નથી, ચેમ્બરમાં ગીતો વાગી રહ્યા હતા, ચેકિંગ સ્ક્વોડમાં વધુ સભ્યો આપો 
   

રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રથમ તબક્કાની પરીક્ષા ચાલી રહી છે અને સત્તાધીશો દ્વારા સબ સલામતની 'આલબેલ' પોકારવામાં આવી રહી છે ત્યારે વાસ્તવિક ચિત્ર જુદું જ હોવાની હકીકત પ્રકાશમાં આવી છે. જામકંડોરણા ખાતે આવેલી કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાની સ્વ.નંદુબેન હંસરાજભાઇ રાદડિયાની લો કોલેજમાં બુધવારે ઓબ્ઝર્વર તરીકે મુકાયેલા ધોરાજીની કે.ઓ.શાહ કોલેજના મહિલા અધ્યાપકને તપાસમાં સહકાર ન આપતા સ્થાનિક સ્ટાફનો કડવો અનુભવ થયો હતો. કોલેજમાં જમવા, ચા-પાણીનો આગ્રહ કરી ચેકિંગ કરતા અટકાવવાની તરકીબ અજમાવવામાં આવી રહી છે. આથી આ મહિલા અધ્યાપકને શનિવારે ફરી જામકંડોરણામાં રાદડિયાની કોલેજમાં તપાસમાં જવાનું હોવાથી ચેકિંગ સ્કવોડમાં વધુ સભ્યો ફાળવવા વાઇસ ચાન્સેલર સમક્ષ રજૂઆત કરી હતી. 

કોલેજમાં કથીરિયા નામના પ્રિન્સિપાલ હાજર ન હતા

1.ધોરાજીની કે.ઓ.શાહ કોલેજના મહિલા અધ્યાપકે જણાવ્યું હતું કે, બુધવારે જામકંડોરણાની સ્વ.નંદુબેન હંસરાજ રાદડિયા લો કોલેજમાં ઓબ્ઝર્વર તરીકે ગયા હતા ત્યારે પ્રથમ માળ પર લોના 3 બ્લોકમાં વિદ્યાર્થીઓ માટે બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. કોલેજમાં કથીરિયા નામના પ્રિન્સિપાલ હાજર ન હતા અને તેમના સ્થાને ત્રાડા નામના અધ્યાપકને પ્રિન્સિપાલની જવાબદારી સોંપાઇ હતી. આથી જ્યારે પણ ઓબ્ઝર્વર તરીકે મહિલા અધ્યાપક ઉપર ચેકિંગમાં જતા હતા ત્યારે જમવા આવી જાવ, પાણી પીવા આવો જેવા વિવિધ બહાના બનાવી ત્રાડા તેમને અટકાવવા પ્રયાસ કરતા હતા. કોલેજમાં બેફામ ગેરરીતિ થતી હોવાની શંકા મહિલા અધ્યાપકે વ્યક્ત કરી હતી. નીચે ચેમ્બરમાં ગીતોની ધમાલ બોલતી હતી અને કોલેજમાં પરીક્ષા હોય તેવો માહોલ જ જોવા મળતો ન હોવાની ફરિયાદ મહિલા અધ્યાપકે કરી હતી. 
હું આખો દિવસ કોલેજ પર હતો, કોઇ ગેરરીતિ થતી નથી
2.કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મારી કોલેજમાં કોઇ ગેરરીતિ થતી નથી. બુધવારે આખો દિવસ હું કોલેજ પર હતો અને પરીક્ષામાં કોઇ પ્રકારની ગેરરીતિ થઇ નથી. 
3 સભ્યોને જામકંડોરણાની કોલેજમાં મુકાયા છે
3.વાઇસ ચાન્સેલર ડો.નિતિન પેથાણીએ જણાવ્યું હતું કે, જામકંડોરણાની કોલેજમાં ઓબ્ઝર્વર તરીકે મુકાયેલા મહિલા અધ્યાપકે ચેકિંગ સ્કવોડમાં વધુ સ્ટાફ ફાળવવા માગણી કરી હતી જે ધ્યાનમાં લઇ 3 અધ્યાપકો જામકંડોરણા મોકલવા નિર્ણય કરાયો છે.
અનેક કોલેજોમાં CCTV બંધ, માહિતી છૂપાવવા કાનાબારના હવાતિયા
4.સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન રૂરલ અને તાલુકા વિસ્તારની કોલેજોમાં સીસીટીવી બંધ કરી દેવાતા હોવાની હકીકત પ્રકાશમાં આવી છે. એકબાજુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો સીસીટીવી ટેકનિકલ ખામીના કારણે બંધ હોવાનો પોકળ બચાવ કરી રહ્યા છે અને યુનિવર્સિટીમાંથી ફોન આવે એટલે ઓટોમેટિક સીસીટીવી ચાલુ કરી દેવામાં આવે છે. ત્યારે આ જવાબદારી જેમના શિરે છે તેવા આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર કાનાબારે વાઇસ ચાન્સેલર અને પીવીસીએ માહિતી જાહેર કરવાની ના પાડી છે તેમ કહી માહિતી છૂપાવવા હવાતીયા માર્યા હતા. કાનાબાર શા માટે સીસીટીવી ચાલુ નથી તેની માહિતી છૂપાવી રહ્યા છે અને તેમાં તેનું શું હિત છૂપાયેલું છે તેવા સવાલો શિક્ષણ જગતમાં ઊઠી રહ્યા છે. 
સબ સલામતની આલબેલ વચ્ચે CCTV સંદર્ભે વધુ એક પરિપત્ર
5.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા કોલેજોમાં સીસીટીવી યોગ્ય રીતે ચાલી રહ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે ત્યારે સતત ત્રીજી વખત સીસીટીવીને લગતો પરિપત્ર જારી કરવો પડ્યો છે. પરીક્ષા નિયામકે જારી કરેલા પરિપત્રમાં જણાવ્યું હતું કે હાલ માર્ચ-2019ની શરૂ થયેલી પરીક્ષાઓ દરમિયાન આપની કોલેજના સીસીટીવી કેમેરા પરીક્ષા દરમિયાન ચાલુ રહેવા જોઇએ. તેમજ તેના તમામ પ્રકારના અધિકારો પરીક્ષા વિભાગ દ્વારા સંચાલન કરી શકાય તે પ્રકારે રાખવા જણાવવામાં આવે છે. વધુમાં આપે આપેલા સીસીટીવીના આઇપી ખોટા હશે, પરીક્ષા વિભાગ દ્વારા એક્સેસ કરી શકાતા ન હોય તેમજ અન્ય કોઇ મુશ્કેલી (જેમ કે ડીવીઆર બંધ હોય લાઇટ ન હોય, ઇન્ટરનેટને લગતા પ્રોબ્લેમ હોય) તો તેને લગતી માહિતી cctvexamsur@sauuni.ernet.in પર ઇ-મેઇલ દ્વારા જાણ કરવાની રહેશે. તેમજ આપના દ્વારા જે ટેકનિકલ ઓપરેટરના નામ તેમજ મોબાઇલ નંબરની માહિતી આપેલ છે તે સંપૂર્ણ ચકાસીને આપવા અને જો આપે આપેલા નંબર વારંવાર બંધ આવશે કે ખોટા હશે તો તેની સંપૂર્ણ જવાબદારી જે તે કોલેજની રહેશે. તેમજ યુનિવર્સિટી દ્વારા તે કોલેજને નોટિસ અપાશે. 
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી