તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટમાં કાઠીયાવાડ બાલાશ્રમની ધોરણ 9ની વિદ્યાર્થિનીએ ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • સંસ્થાની યુવતી સાથે માથાકુટ થતાં જીવન ટુંકાવ્યું!

રાજકોટ:ગોંડલ રોડ પર આવેલી કાઠીયાવાડ બાલાશ્રમની ધોરણ 9ની વિદ્યાર્થિનીએ ગઈકાલે સાંજે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી તપાસ શરૂ કરી હતી.મુળ ટંકારાના નેકનામ ગામની તરૂણીને સંસ્થામાં જ રહેતી કોઈ યુવતી સાથે માથુકુટ થતાં આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. 

 

પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી
પોલીસનાં જણાવ્યા અનુસાર ગોંડલ રોડ પર આવેલી કાઠીયાવાડ બાલાશ્રમમાં રહેતી ધ્રુવીશા દિલીપભાઈ પરમાર (ઉંમર 17) નામની વિદ્યાર્થિની પોતાના રૂમમાં સુવા જવ છું તેવું કહીને રૂમમાં ગઈ હતી. ત્યારબાદ તેનો દરવાજો ખટખટાવતા તેણીએ દરવાજો ખોલ્યો ન હતો. જેથી કંઈક અજુગતું થયું હોવાની શંકાના આધારે સંસ્થાના કર્મચારીઓએ દરવાજો તોડી નાખ્યો હતો. ત્યારે તરૂણી પંખામાં ઓઢણી બાંધીને ગળાફાંસો ખાધેલી હાલતમાં જોવા મળી હતી. જેથી સંસ્થાએ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી. હાલ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો