રાજકોટમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર, બપોરે શહેરમાં કર્ફ્યુ જેવો માહોલ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બે દિવસ તાપમાન 42 અને 43 ડિગ્રી વચ્ચે જ રહેશે
  • સવારથી બપોર સુધીના તાપમાનમાં 16 ડિગ્રીનો તફાવત 

રાજકોટ:છેલ્લા 2-3 દિવસથી તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. ત્યારે ગઈકાલે રાજકોટમાં સૌથી વધુ તાપમાન 43.3 ડિગ્રી રહ્યું હતું. જ્યારે આજે 42 ડિગ્રીને પાર તાપમાન પહોંચી ગયું છે. જેને લઈને બપોરના સમયે રસ્તાઓ સુમસાન ભાસી રહ્યાં હોવાથી કર્ફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. એપ્રિલના સામાન્ય મહત્તમ તાપમાન કરતા 5 ડિગ્રી પારો ઉંચકાઇ ગયો છે. રાજકોટ મહાનગર પાલિકા કમિશ્નર બંછાનિધી પાની દ્વારા શહેરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું  છે. આ સાથે જ શહેરીજનોને બપોરના 1 વાગ્યાથી 5 વાગ્યા સુધી બિનજરૂરી બહાર ન નીકળવા સૂચના આપવામાં આવી છે.

એપ્રિલ 2018 કરતાં એપ્રિલ 2019માં તાપમાન વધુ:એપ્રિલનું સૌથી ઉંચા તાપમાનનો રેકોર્ડ પ્રથમ 3 દિવસમાં જ નોંધાયો હતો. બપોરે 11.30 કલાકથી 3.30 કલાકમાં તાપમાન 36 ડિગ્રીથી કૂદીને સીધું 42 ડિગ્રી પર પહોંચી ગયું હતું. 2018માં એપ્રિલનું સૌથી હાઈએસ્ટ તાપમાન 43 ડિગ્રી રહ્યુ હતું. આ કારણે રાજકોટ રાજ્યમાં સૌથી ગરમ શહેર રહ્યુ હતુ જ્યારે 42.4 સાથે અમરેલી બીજા ક્રમે રહ્યુ હતું. હવામાન વિભાગે આગાહી કરી છે કે હજુ ત્રણ દિવસ તાપમાન 43ની નજીક જ રહેશે. 43 ડિગ્રી કરતા વધવાની શક્યતા ખૂબ ઓછી છે. શહેરોના તાપમાન પર નજર કરીએ તો અમરેલીમાં 43 ડિગ્રી, રાજકોટમાં 42 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 41 ડિગ્રી, જૂનાગઢમાં 42 ડિગ્રી અને ભુજમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે.