તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સૌરાષ્ટ્ર યુનિ. શૈક્ષણિક કાર્ય ‘રામભરોસે’, 29 વિભાગ તપાસ્યા ક્યાં તાળાં તો ક્યાં કોઈ હાજર નહીં

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • 126માંથી 8 એચઓડી સહિત 46 પ્રોફેસરો ગેરહાજર, બે એચઓડી ઓફિશિયલ રજા પર
 • 50 થી 60 ટકા અધ્યાપકો અઠવાડિયામાં બે-ચાર દિવસ ‘લટાર’ મારવા જ આવે છે

રાજકોટઃસૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભવનોમાં અધ્યાપકો લાલિયાવાડી ચલાવી મન પડે ત્યારે નોકરીમાં આવતા હોવાથી શૈક્ષણિક કાર્ય લાંબા સમયથી કથળ્યાની વારંવારની ફરિયાદો મળતા ‘દિવ્ય ભાસ્કર’ની ટીમે બુધવારે તમામ ભવનોમાં સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું. જેમાં કુલપતિપદે આરૂઢ થઇ ચૂકેલા બે હેડ ઓફ ડિપાર્ટમેન્ટ સહિત 10 ડિપાર્ટમેન્ટના વડાઓ સહિત 46 પ્રોફેસરો ફરજ પર ‘હાજર’ ન હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે આ ડિપાર્ટમેન્ટમાં શૈક્ષણિક કાર્ય કઇ રીતે ચાલતું હશે તે એક મોટો સવાલ છે ત્યારે આ સિસ્ટમમાં સુધારા માટે બાયોમેટ્રિક સિસ્ટમ પ્રોફેસરો માટે પણ ફરજિયાત કરવી જોઇએ તેવો સૂર ઉઠ્યો છે.


વિદ્યાર્થીઓમાંથી અવાર-નવાર ઉઠતી ફરિયાદોના પગલે ‘દિવ્ય ભાસ્કર’ના છ રિપોર્ટરની ટીમ બુધવારે બપોરે 1 વાગ્યે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તપાસ માટે ઉતરી હતી અને 29 ડિપાર્ટમેન્ટના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ સહિત 126 પ્રોફેસરોમાંથી 46 ગેરહાજર રહ્યા હતા અને 80 અધ્યાપકો ફરજ પર હાજર જોવા મળ્યા હતા. આ 46 પ્રોફેસરોમાંથી બે એચઓડી ઓફિશિયલ રજા પર જોવા મળ્યા હતા, જ્યારે બાકીના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ વગર રજાએ ‘ગુટલી’ મારી ગયા હતા.


આ તપાસ દરમિયાન સૌથી વધુ આશ્વર્યજનક બાબત એ હતી કે, સંસ્કૃત ભવનને તો તાળાં માર્યા હતા જ્યારે ડિપાર્ટમેન્ટ ઓફ લો અને ડિપાર્ટમેન્ટ ઓફ હોમ સાયન્સમાં એકપણ અધ્યાપક હાજર ન હતા, જ્યારે અમુક ડિપાર્ટમેન્ટમાં અધ્યાપકો ફરજ પર હાજર થઇ ‘ગુટલી’ મારી ગયા હતા. જો કે, યુનિવર્સિટીના કેમ્પસમાં એવી વાત પણ ચર્ચાતી હતી કે, અમુક ડિપાર્ટમેન્ટમાં ઇન્ટર્નલ પરીક્ષા હોવાથી વધુ સંખ્યામાં અધ્યાપકો બુધવારે હાજર જોવા મળ્યા હતા, જ્યારે અન્ય દિવસોમાં તો 50 થી 60 ટકા અધ્યાપકો અઠવાડિયામાં બે-ચાર દિવસ જ ‘લટાર’ મારવા જ આવે છે અને પિરિયડ લીધા વગર જ જતા રહે છે.

1) અધ્યાપકો ઊઠાં ભણાવે છે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોએ નોન ટીચિંગ સ્ટાફ કે જે રેગ્યુલર ફરજ બજાવે છે તેના માટે અને કરાર આધારિત ઓછા પગાર ધરાવતા કર્મચારીઓ માટે બાયોમેટ્રિક હાજરીની સિસ્ટમ રાખી છે, જ્યારે રૂ.70 હજારથી 1.50 લાખ જેવા તગડા પગાર માટે બાયોમેટ્રિક હાજરીની સિસ્ટમ ન રાખી તેમને મનમાની કરવા માટે છુટ્ટો દોર આપી દીધો છે.

ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેક્ટ્રોનિકસ, હોમ સાયન્સ, કમ્પ્યૂટર સાયન્સ, સોશિયલ વર્ક,કાયદા, સંસ્કૃત, ઇંગ્લિશ, બિઝનેસ મેનેજમેન્ટ, કોમર્સ, સ્ટેટેસ્ટિકસના વડાઓ ફરજ પર હાજર ન હતા. જેમાંથી બે ડિપાર્ટમેન્ટના વડા ઓફિશિયલ રજા પર હતા.

અમુક પ્રોફેસરો નોકરીના સમય દરમિયાન યુનિવર્સિટીના તેમના ભવનમાં ફરજ પર હાજર હોતા નથી જેની ફરિયાદ મને પણ મળી છે. આથી તમામ ડિપાર્ટમેન્ટના વડાઓની એક બેઠક બોલાવી શૈક્ષણિક કાર્ય નિયમિત કરવા બાબતે કડક શબ્દોમાં તાકીદ કરાશે અને પછી નહીં સુધારો આવે તો આકરી કાર્યવાહી કરાશે. ડો.નીતિન પેથાણી, વાઇસ ચાન્સેલર

સમયસર નિયમિત હાજરી માટે એક વખત તમામ ભવનોના વડા અને અધ્યાપકોને અલ્ટિમેટમ આપવામાં આવશે અને પછી જો પરિસ્થિતિ નહીં સુધરે તો પછી બાયોમેટ્રિક મૂકી દેવાશે.ડો.વિજય દેશાણી, પ્રો-વાઇસ ચાન્સેલર

ટીમ ભાસ્કરની તપાસ દરમિયાન કોમર્સ ભવનમાંથી એવી હકીકત પ્રકાશમાં આવી હતી કે, બે પ્રોફેસર તો શૈક્ષણિક કાર્ય કરતા જ નથી. જેમાં પ્રોફેસર ડો.આલોક ચક્રવાલને આઇક્યુએસી સેલમાં અને ડો.શૈલેષ પરમારને પરીક્ષા વિભાગમાં ફરજ સોંપાતા તેઓએ પિરિયડ લેવાનું સદંતર બંધ કરી દીધું છે અને તેમાં પણ ચક્રવાલે છેલ્લા 10 વર્ષ કરતા વધુ સમયથી એકપણ પિરિયડ ન લીધાની હકીકત પ્રકાશમાં આવી છે, જ્યારે યુનિવર્સિટીના સ્ટેચ્યૂટ અને એક્ટની જોગવાઇ મુજબ કોઇપણ પ્રોફેસરને ભવન સિવાય અન્ય વિભાગોમાં જવું હોય તો પણ તે શૈક્ષણિક કાર્ય સિવાયની પ્રવૃત્તિ ન કરી શકે.જેનો પણ ભંગ થઇ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો