તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

RUCO રાજકોટ જિલ્લા અને શહેરના ફરસાણ ઉત્પાદકો પાસેથી દાઝ્યું તેલ ખરીદી તેમાંથી બાયોડિઝલ બનાવે છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રૂકો દ્વારા દાઝ્યું તેલ ખરીદાશે - Divya Bhaskar
રૂકો દ્વારા દાઝ્યું તેલ ખરીદાશે
  • ફુડ એન્ડ ડ્રગ વિભાગ બાયોડીઝલ એસોસિએશન ઓફ ઈન્ડિયા ખરીદી કરશે 

રાજકોટ: ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટની જોગવાઈ અન્વયે યુઝડ (વપરાયેલ)કુકીંગ ઓઈલ (દાઝ્યુ તેલ)ના સંભાળ તથા નિકાલ અંગે રાજ્ય સરકારના ફુડ એન્ડ ડ્રગ વિભાગ બાયોડીઝલ એસોસિએશન ઓફ ઈન્ડિયા તથા રાજકોટ મહાનગરપાલિકા અને જિલ્લાના સંયુક્ત ઉપક્રમે સેમિનાર યોજાયો હતો. આ સેમીનારમાં 57 ફરસાણ ઉત્પાદનના યુનીટોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેના ભાગરૂપે ફરસાણના ઉત્પાદકો વપરાય ગયેલા તેલનો યોગ્ય રીતે નિકાલ થાય તે માટે બાયોડીઝલ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા RUCO (Repurpose Used Cooking Oil)રાજકોટ શહેર તથા જિલ્લાના ફરસાણ ઉત્પાદકો પાસેથી યુઝડ કુકીંગ ઓઈલ (દાઝ્યું તેલ) લઈ જઇ તેમાંથી બાયોડીઝલ બનાવવાની કામગીરી ચાલુ કરી છે. 

TPC 25થી વધારે હોય તે તેલ વાપરવા યોગ્ય નથી: આ માટે વેપારીઓને ટોટલ પોલાર કમ્પાઉન્ડ  25 (TPC) સુધીના તેલ માટે રૂ ૩૦+જીએસટી પ્રતિ કિલો તેલ માટે નિયત કર્યા હતા. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટની જોગવાઈઓ મુજબ ફરસાણ તળવા માટેના ખાદ્ય તેલની ટોટલ TPC 25થી વધારે હોય તેવા ઉપયોગ પર પ્રતિબંધ છે. ફરસાણ વારંવાર અને લાંબો સમય તળવાથી તેલ કાળુ પડી જાય છે અને ધૂમાડા ઉત્પન્ન થાય છે. દાઝ્યા તેલની ગુણવત્તા TPC (ટોટલ પોલર કમ્પાઉન્ડ) ના અંકથી થાય છે. TPC 25થી વધારે હોય તે તેલ વાપરવા યોગ્ય નથી. 20 સુધીના TPC તેલનું ફરસાણ આરોગ્યને નુકસાન થતું નથી.

વારંવાર ફરસાણ તેલમાં તળવાથી થતું નુકશાન: દાઝ્યું તેલ પર્યાવરણ માટે ગંભીર અસરકર્તા છે. આ તેલ ગટરમાં નાખવાથી STP પ્લાન્ટને નુકશાન પહોંચે છે. પાણીના તળ, નદી અને સમુદ્રના પાણી પ્રદૂષિત થાય છે. દાઝ્યા તેલનો ફરસાણ બનાવવામાં ઉપયોગ કરવાથી આવા ફરસાણના ઉપયોગથી હાઈપર ટેન્શન, અલ્ઝાઇમર, હૃદયરોગ, લીવરના રોગ, પેરાલીસીસ, કેન્સર જેવા રોગ થાય છે.

દાઝેલું તેલનું બાયોડીઝલમાં રૂપાંતર: સરકાર દ્વારા ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અન્વયે કરવામાં આવેલી જોગવાઇઓ મુજબ ફરસાણ, નમકીન વગેરે જ્યારે ખાદ્ય તેલોમાં તળવામાં આવે છે ત્યારે તેલ ઠંડુ થાય પછી ફરી ગરમ થાય એમ પ્રક્રિયા સતત ચાલુ રહેવાથી તેમાં હાનિકારક તત્વોનું પ્રમાણ વધી જાય છે. ફરી ઉપયોગમાં લેવાથી લોકોના સ્વાસ્થ્યને નુકસાન કરે છે. આનુ પ્રમાણ TPCથી માપવામાં આવે છે અને તેનું પ્રમાણ કોઇ પણ બળેલ કે દાઝેલું તેલ હોય તેમાં 25થી વધારે ન હોવું જોઇએ. આથી આવા તેલનો નિકાલ કેવી રીતે કરવો તે બાબતની માર્ગરેખા સરકારે નક્કી કરી છે અને તેવા તેલનું બાયોડીઝલમાં રૂપાંતર કરવાનું થાય છે જે માટે RUCO નામથી એક એજન્સી નક્કી કરી છે જે આવું તેલ ખરીદી બાયોડીઝલમાં રૂપાંતરીત કરી વાહનોમાં ઇંધણ તરીકે ઉપયોગમાં લેવાય છે, આમ તેનો યોગ્ય નિકાલ કરવામાં આવે છે.

RUCO કેવી રીતે ખરીદી કરે છે તેની પધ્ધતિ: RUCO દ્વારા પ્રમાણીત કરવામાં આવેલ જે-તે એજન્સીના પ્રતિનિધિ આપની રૂબરૂ મુલાકાત કરે છે અને તેની વેબસાઇટ કે એપ્લીકેશન મોબાઇલમાં ડાઉનલોડ કરી જે તે વેપારી-ધંધાર્થીઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવે છે. રજીસ્ટર થયા પછી તેઓ પોતાની પાસે કેટલું બળેલું તેલ છે તેનો જથ્થો નાંખશે અને RUCOના પ્રતિનિધિ આવી TPC માપી વજન કરી જેટલો જથ્થો થાય તેટલા જથ્થાનું ચુકવણું 7 દિવસમાં ઇલેક્ટ્રોનિક (ઓનલાઇન) કરી જે તે વેપારીના ખાતામાં જમા કરાવશે. આવી રીતે આ પધ્ધતિથી કામ કરશે.