રાજકોટ / ભાજપને પાડી દેવા એક થઇને લડવું પડશે, ભાજપમાંથી છેડો ફાડું છું, હાર્દિકને ટેકો : રેશ્મા પટેલ

DivyaBhaskar.com

Mar 15, 2019, 09:07 PM IST
reshma patel press conference in rajkot
X
reshma patel press conference in rajkot

 • પોરબંદર લોકસભાની સાથે માણાવદરથી વિધાનસભા પણ લડીશ
 • કોઇ પક્ષ ટિકિટ નહીં આપે તો અપક્ષમાં ઉભી રહી ચૂંટણી લડીશ
   

રાજકોટ: રેશ્મા પટેલે આજે રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, ભાજપને પાડી દેવા એક થઇને લડવું પડશે. ભાજપમાંથી હું વિધિવત રીતે છેડો ફાડી રહી છું, માનસિક રીતે રાજીનામું આપી દીધું છે. આ માટે મેં  ભાજપ પ્રદેશ અધ્યક્ષને પત્ર લખ્યો છે. ભાજપ કાર્યકરો પાસે માત્ર માર્કેટિંગ કરાવે છે. હાર્દિક પટેલને મારૂ સમર્થન છે. ભાજપનો ખેસ પ્રદેશ અધ્યક્ષના કાર્યાલયે મોકલી દઇશ.

સરપંચ સંપર્ક અભિયાન મેે શરૂ કરી દીધું છે

1.રેશ્મા પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ઉપલેટાને મે મારૂ ચૂનાવી સેન્ટર બનાવ્યું છે. પોરબંદર લોકસભા અને માણાવદરથી વિધાનસભાની પેટા ચૂંટણી લડીશ. કોઇ રાજકીય પક્ષ ટિકિટ નહીં આપે કે ગઠબંધનમાં તક નહીં મળે તો અપક્ષમાંથી ચૂંટણી લડીશ. તેમજ મે લોકસંપર્ક અને સરપંચ સંપર્ક અભિયાન મેં શરૂ કર્યું છે. 
અમિત શાહની તાનાશાહીથી કાર્યકરો થાકી ગયા
2.અમિત શાહની તાનાશાહીથી કાર્યકરો હવે થાકી ગયા છે. હાર્દિક પટેલ જ્યાંથી ચૂંટણી લડશે ત્યાં પ્રચારમાં જઇશ અને મારો તેને ટેકો છે. હાર્દિકના સમર્થનમાં પ્રચાર કરીશ. ભાજપ પ્રદેશ અધ્યક્ષને લખેલા પત્રમાં મેં જણાવ્યું છે કે, હવે હું ભાજપમાં રહી સહન કરવાની હાલતમાં નથી.  
ભાજપ પ્રદેશ અધ્યક્ષને મોકલેલા પત્રમાં જણાવ્યું છે કે....
3.- ભાજપની ખોટી નીતિઓ અને ખોટી યોજનાઓના માર્કેટિંગ દ્વારા જનતાને છેતરવાનું કામ શીખવાડવામાં આવે છે અને કરવામાં આવે છે
-ભાજપના નેતાઓની તાનાશાહી, માનસિકતા હંમેશા કાર્યકરોને દબાવે છે
-કાર્યકરોને મજૂરીયા બનાવી માત્ર ગધા મજૂરી માટે જ પક્ષમાં રાખવામાં આવે છે
- મારી સહનશક્તિ નથી એટલા માટે હું લોકહિત માટે રાજીનામું આપું છું
- તાનાશાહી નેતાઓની પાપની ભાગીદારીમાંથી મુક્ત થાવ છું
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી