તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગૌચરની 10 એકર જમીન રાજકોટ જિલ્લા ભાજપ યુવા પ્રમુખે પોતાના ટ્રસ્ટના નામે કરાવ્યાનો આક્ષેપ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મુખ્યમંત્રી અને મહેસુલ વિભાગને પત્ર લખ્યો
રાજકોટ: રાજકોટના ઇશ્વરિયા ગામે ગૌચરની 10 એકર જમીન રાજકોટ જિલ્લા ભાજપ યુવા પ્રમુખ પ્રશાંત કોરાટે પોતાના ટ્રસ્ટના નામે કરાવ્યાનો આક્ષેપ ગામના સરપંચ રોહિતભાઇ ચાવડાએ કર્યો છે. 

1) જમીન કૌભાંડમાં કલેક્ટર સહિતના નેતાઓની પણ સંડોવણી

કલેક્ટર દ્વારા ખરાબો જાહેર કરી પોતાના ટ્રસ્ટના નામે કરાવી લીધાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. રોહિત ચાવડાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, આ જમીન કૌભાંડમાં કલેક્ટર સહિતના નેતાઓની પણ સંડોવણી છે. આથી સીએમ અને મહેસુલ વિભાગને પત્ર લખ્યો છે. આ અંગે યોગ્ય પગલા નહીં લેવાઇ તો 15 જાન્યુઆરીથી ગ્રામજનો ઉપવાસ પર બેસશે તેવી ચિમકી ઉચ્ચારી છે.     

અન્ય સમાચારો પણ છે...