તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટનાં ઉદ્યોગપતિ પરિવારે લગ્ન પ્રસંગ પર 5 લાખ રૂપિયાનો ચેક શહીદોના પરિવારને આપ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહીદોના પરિવારને 5 લાખનો ચેક આપ્યો - Divya Bhaskar
શહીદોના પરિવારને 5 લાખનો ચેક આપ્યો
  • શહીદોનાં પરિવાર સાથે રહેવું એ મારી ફરજ: લાલજીભાઈ

રાજકોટ:જમ્મુના પુલવામામાં આતંકી હુમલાને કારણે CRPFના 44 જવાન શહીદ થયા છે. તેમના પરિવારજનો પડખે હાલ આખો દેશ ઊભો છે અને મદદરૂપ થવા યથાશક્તિ આગળ આવી રહ્યા છે. ત્યારે રાજકોટનાં ઉદ્યોગપતિ લાલજીભાઈ બારસિયાએ તેના પુત્રના લગ્ન સમયે શહીદોના પરિવારને મદદરૂપ થવા માટે કંપની વતી 5 લાખ રૂપિયાનો ચેક રાજકોટ NCC બ્રિગેડિયર અજીતસિંહને આપ્યો હતો. લાલાજીભાઈના પુત્રના લગ્ન 21મીએ યોજાયા હતાં

 

1) રાજકોટ NCCના બ્રિગેડિયરને ચેક આપ્યો

સમગ્ર મામલે લાલજીભાઈએ જણાવ્યું હતું કે ભારત માતાનાં સપૂત દેશ માટે શહીદ થયા છે. ત્યારે એક ભારતીય તરીકે શહીદોના પરિવારનાં દુ:ખમાં ભાગીદાર બનવું એ મારી ફરજ છે. જે પરિવારે તેના ઘરનો એક સભ્ય દેશસેવા માટે ગુમાવ્યા છે. તેને કંપની અને કર્મચારી તરફથી 5 લાખ રૂપિયાની સહાય આપવાનો નિર્ણય લગ્નમાં લેવામાં આવ્યો છે. આ સહાય સીધી પહોંચે તે માટે એનસીસી બ્રિગેડિયરને ચેક આપવામાં આવ્યો છે. પુત્રના લગ્નપ્રસંગે આ નિર્ણય લઇને તેમણે હરખના પ્રસંગમાં પણ શહીદોના પરિવારજનોના દુ:ખમાં ભાગ બનવાની પહેલ કરી હતી.