તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇન્ડિયા સ્માર્ટ સિટી એવાર્ડ 2019માં રંગીલુ રાજકોટ ક્વોલિફાઈ થયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 100 શહેરોમાંથી 33 શહેરો ક્વોલિફાય થયા

રાજકોટ:સ્માર્ટ સિટીઝ મિશન હેઠળ મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ અને અર્બન અફેર્સ ભારત સરકારે ઇન્ડિયા સિટીઝ એવોર્ડ કોન્ટેસ્ટનું આયોજન કર્યું છે. આ ઇન્ડિયા સ્માર્ટ સિટી એવોર્ડ-2019માં ભારતના 100 શહેરોમાંથી 33 શહેરો ક્વૉલિફાઇ  થયા છે. જેમાં પર્ફોર્મન્સના આધાર પર રાજકોટ શહેરનો પણ સમાવેશ થયો છે.  

સ્માર્ટ સિટી એવોર્ડમાં રાજકોટ ક્વૉલિફાઇ: કમિશનર બંછાનીધિ પાનીએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેર ઇન્ડિયા સ્માર્ટ સિટી એવોર્ડ 2019માં ક્વોલિફાય થયું છે. હાલમાં પ્રોપોસ્ટ સ્ટેજ માટે રાજકોટ સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લી. દ્વારા તૈયારી શરૂ કરી છે. તથા 15 મે 2019 સુધીમાં ઇન્ડિયા સ્માર્ટ સિટી એવાર્ડ 2019ના કોન્ટેસ્ટના નિયમોનુસાર સબમિશન કરી ઇન્ડિયા સ્માર્ટ સિટી એવોર્ડ 2019 મેળવવા માટે પ્રયત્ન કરાશે. 

એવોર્ડ માટે બે તબક્કામાં સબમિશન થશે:આ કોન્ટેસ્ટ હેઠળ સ્માર્ટ સિટી મિશન અંતર્ગત કરવામાં આવતી મહત્ત્વપૂર્ણ પ્રવૃત્તિઓ, અગ્રણી શહેર વ્યૂહરચનાઓ, નવીનતાના આધારે પ્રોજેક્ટસ, પ્રોજેક્ટોથી થતી અસર ઓળખવામાં આવે છે. આ કોન્ટેસ્ટ દ્વારા પ્રોજેક્ટસ અને ઇનોવેટિવ યોજનાઓ જેના અમલીકરણથી સલામત તથા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ થાય તેવા પ્રોજેક્ટોને પ્રોત્સાહન આપવામાં આવે છે. આ એવોર્ડ માટે બે તબક્કામાં સબમિશન થશે. જેમાં સમગ્ર પ્રોગ્રેસનું મૂલ્યાંકન જેના 50 માકર્સ છે. જેમાંથી સિટીને 30 માર્કસ મળે તે બીજા સ્ટેજ પ્રોપોસ્ટ સ્ટેજ માટે ક્વૉલિફાઇ  થશે. 

અન્ય સમાચારો પણ છે...