તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આતંકવાદી પ્રવૃત્તિને ધ્યાને લઇ રાજકોટ CPએ 4 લોકોને ભેગા ન થવા પર જાહેરનામું બહાર પાડ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ સીપી મનોજ અગ્રવાલની ફાઇલ તસવીર - Divya Bhaskar
રાજકોટ સીપી મનોજ અગ્રવાલની ફાઇલ તસવીર
  • શહેરમાં કલમ 37(3) મુજબ શહેરમાં પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો
રાજકોટ: રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે આતંકવાદી ગતિવિધિ અને પ્રવૃત્તિને લક્ષમાં લઇ 1 માર્ચથી 30 એપ્રિલ સુધી શહેરમાં એક જગ્યાએ ચાર લોકોએ ભેગા ન થવા અંગે જાહેરનામું બહાર પાડ્યું છે. જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે રાજકોટ ગુજરાત પોલીસ અધિનિયમન અને 1951ના 22માં અધિનિયમનની કલમ 37(3) મુજબ શહેરમાં પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. 

1) તહેવારોને ધ્યાને લઇ શાંતિનો ભંગ ન થાય તે માટે જાહેરનામું

મનોજ અગ્રવાલે જાહેરનામામાં જણાવ્યું છે કે, શહેરમાં હાલની પરિસ્થિતિમાં આગામી દિવસોમાં જુદી જુદી ધાર્મિક શોભાયાત્રાઓ તથા મહાશિવરાત્રિ, હોળી, ધૂળેટી જેવા તહેવારો આવી રહ્યા છે. જેમાં રેલીઓ, ધરણાના કાર્યક્રમો યોજવામાં આવતા હોય હાલની આતંકવાદી ગતિવિધિને લક્ષમાં લેતા કોઇપણ પ્રકારની સુલેહ શાંતિનો ભંગ ન થાય, જાહેર સલામતી તથા કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે ચાર કરતા વધારે લોકોએ ભેગા થવા પર, કોઇ સભા બોલાવવા, સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ મુકવાની જરૂર જણાય છે. આનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર બનશે. આની નકલ ગૃહ વિભાગ, કલેક્ટર સહિતના વિભાગોને મોકલમાં આવી છે.