તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટમાં 37 જેટલા છરીના ઘા ઝીંકી મિત્રની હત્યા કરનાર આરોપીનું પોલીસે સરઘસ કાઢી જાહેરમાં માફી મંગાવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આરોપીએ જાહેરમાં માફી માંગી - Divya Bhaskar
આરોપીએ જાહેરમાં માફી માંગી
  • પોલીસે સરઘસ કાઢી જાહેરમાં માફી મંગાવી
રાજકોટ:2 દિવસ પહેલા રવીરત્ન પાર્કમાં થયેલી હત્યા મામલે પોલીસે આરોપીનું સરઘસ કાઢ્યું હતું અને સરાજાહેરમાં માફી મંગાવી હતી.  2 દિવસ પહેલા ફિરોઝ નામના આરોપીએ હરેશ મકવાણા નામના આધેડની હત્યા કરી હતી. જે મામલે પોલીસે આરોપીને જામનગરથી શોધી કાઢ્યો હતો અને આજે સરઘસ કાઢી જાહેરમાં માફી મંગાવી હતી. શહેરમાં હત્યા કે મારામારીની દહેશત ન ફેલાય તે માટે આરોપીને ઘટનાસ્થળ પર લઈ જવામાં આવ્યો હતો. 

1) પોલીસે આરોપી પાસે જાહેરમાં માફી મંગાવી

સીસીટીવીમાં કેદ થયેલી આ ક્રૂર ઘટનાને લીધે આખા રાજકોટમાં ઘેરા પડઘા પાડ્યા હતા. ખુલ્લેઆમ એક સાથે 37થી વધુ ઘા ઝીંકનાર ફિરોઝને પોલીસે ગણતરીના સમયમાં ઝડપી પાડ્યો હતો અને જાહેરમાં તેનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. એટલું જ નહીં, પોલીસે આરોપી પાસે જાહેરમાં માફી મંગાવી હતી. મહત્વનું છે કે આરોપી ફિરોઝે તેના જ મિત્ર મહેશ મકવાણાની જાહેરમાં હત્યા કરી દીધી હતી. મનાઈ રહ્યું છે કે, રૂપિયાની લેતી દેતીમાં આરોપી ફિરોઝે તેના જ મિત્ર મહેશ મકવાણાની હત્યા કરી હતી

જોકે, બંને છેલ્લા ઘણા સમયથી પાર્ટનરશિપમાં ધંધો કરતા હતા. પરંતુ મહેશે પાર્ટનરશીપ છોડી દેતા બંને વચ્ચે મતભેદ ઉભો થયો હતો અને ફિરોઝે પોતાના જ મિત્ર મહેશ પર શંકા રાખી તેની પર ઘાતકી હુમલો કર્યો હતો. મહત્વનું છે કે રાજકોટ શહેરમાં હત્યા મારામારીની દહેશત ન ફેલાય તે માટે આરોપીને ઘટના સ્થળે લઈ જવાયો હતો અને તેની જાહેરમાં માફી મંગાવવામાં આવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

વધુ વાંચો