તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટમાં ડોક્ટરની થાઇ યુવતી સાથેની તસવીર, નામાંકિત તબીબોને યુવતીઓ સપ્લાય કરતો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શ્યામ ડોક્ટર નથી છતાં એમડી ફિઝિશિયન તરીકે હોસ્પિટલ ચલાવે છે
  • મયુરના મોબાઇલમાં ડોક્ટરની કાળી કરતૂતો કેદ હતી

રાજકોટ: લાઇફ કેર હોસ્પિટલના ડોક્ટર શ્યામ રાજાણીની થાઇ યુવતી સાથેની તસવીર સામે આવી છે. જેમાં તે બિભત્સ વર્તન કરતો જોવા મળે છે. અન્ય યુવતીઓ સાથે અનૈતિક સંબંધોની જાણ મયુર મોરીએ ડોક્ટરની પત્ની કાશ્મિરાને કરતા બંને વચ્ચે છૂટાછેડા થઇ ગયા હતા. પૂર્વ પત્ની કાશ્મીરા ગાંધીએ આક્ષેપ કર્યો હતો કે, શ્યામે બીએચએમએસનો માત્ર બે વર્ષનો અભ્યાસ કર્યો છે, તે ડોક્ટર નહીં હોવા છતાં ડોક્ટર તરીકે પોતાને ઓળખાવે છે અને તેની હોસ્પિટલને મંજૂરી આપવા અને અન્ય કોઇ વાંધો નહીં ઉઠાવવા માટે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીઓએ મદદ કરી હતી, જેના બદલામાં શ્યામ આરોગ્ય વિભાગના કેટલાક અધિકારીઓને યુવતીઓ તેમજ દારૂ સપ્લાય કરતો હતો. લાઇફ કેર હોસ્પિટલમાં દર્દીઓ આવતા નહી ત્યાં ગોરખ ધંધા જ ચાલતા હોવાનો પણ આક્ષેપ તેણે કર્યો હતો.

 

(આ પણ વાંચો... રાજકોટની હોસ્પિટલમાં કામ કરતો યુવક લાપત્તા, ડોક્ટરે કારમાં માર માર્યાનો વીડિયો Viral)

 

1) શ્યામ પાસે ડોક્ટરની ડિગ્રી પણ નથી

ડોક્ટર શ્યામ રાજાણીની પૂર્વ પત્ની કાશ્મીરા ગાંધીએ આક્ષેપ લગાવતા કહ્યું છે કે, મારા પૂર્વ પતિ શ્યામ પાસે ડોક્ટરની ડીગ્રી નથી. બીએચએમએસના બે વર્ષ કર્યા છે. તેણે ડોક્ટરનો અભ્યાસ પણ પૂર્ણ કર્યો નથી. શ્યામ ડોક્ટર ન હોવા છતાં એમડી ફિઝિશિયન તરીકે હોસ્પિટલ ચલાવે છે. મનપાના વર્તમાન અને ભૂતકાળના ત્રણ આરોગ્ય અધિકારીઓના નામ પણ કાશ્મિરાએ આપ્યા હતા. ડોક્ટરની પૂર્વ પત્નીના ભાઈના કહેવા પ્રમાણે તેની બહેન હાલ તેના પિતાના ઘરે જ રહે છે. બંનેને મન મેળ ન હોવાથી છૂટાછેડા લઈ લીધા છે. હાલ મયુર મારા સંપર્કમાં નથી. મયુરે મને કોઈ જ વાત કરી નથી. જે થયું છે તે ખૂબ જ ખોટું થયું છે. મયુરે અમારો જૂનો સ્ટાફ છે, તેમજ ખૂબ જ સારો છોકરો છે. લાઇફ કેર હોસ્પિટલ નામે ડોક્ટરેટનું લાયસન્સ નકલી છે કે અસલી તે પણ એક તપાસનો વિષય છે.

મયુર મોરી સાથે કામ કરતા તેના મિત્ર સંજય વાળાએ ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું હતું કે, મયુરના મોબાઇલમાં ડોક્ટરની કાળી કરતૂતો કેદ હતી. એટલું જ નહીં મયુરના ત્રણ મોબાઇલ ફોન પણ ડોક્ટર શ્યામ રાજાણીએ પડાવી લીધા છે. સંજય વાળા અને મયુર મોરીએ હોસ્પિટલ ખાતે બે વર્ષ સુધી સાથે કામ કર્યું હતું. એટલું જ નહીં ડોક્ટર તેમજ તેના મળતિયા મયુરને મારી રહ્યા હતા ત્યારે તેમણે સંજયને ફોન પણ કર્યો હતો. ડોક્ટરે ફોન કરીને કહ્યું હતું કે અમે મયુરને માર મારી રહ્યા છીએ. આ સમયે સંજયે માર મારતો વીડિયો મોકલવાનું કહ્યું હતું.

શ્યામ બીએ ડાંગર કોલેજમાં અભ્યાસ કરતો હતો ત્યારે તેનું અકસ્માત થયું હતું અને બે વર્ષે સાજો થયો હતો. તે માતા-પિતાનું એક માત્ર સંતાન છે. અભ્યાસ ચાલુ હતો ત્યારે જ તેની પાસે નકલી એમબીબીએસની ડિગ્રી આવી ગઇ હતી. પિતા સિવિલ હોસ્પિટલમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. થોડા મહિના પહેલા રિટાયર્ડ થયા છે પરંતુ હાલ કોન્ટ્રાક્ટ બેઇઝ પર ફરજ બજાવે છે. લાઇફ કેર હોસ્પિટલની સાથે શ્યામ ફાયનાન્સનું પણ કામ કરે છે.

દિવાળી પછીની ઘટના હતી, મયૂર 22 દિવસથી લાપતા છે તેવો આક્ષેપ થાય છે તો ત્યાં સુધી ઘટના કેમ જાહેર કરવામાં ન આવી ડો.શ્યામના વાંધાજનક ફોટા-વીડિયો કોણે જાહેર કર્યા અને હેતુ શું? યુવક લાપતા અંગે સૂત્રાપાડા પોલીસમાં પણ અત્યાર સુધી કેમ જાણ કરવામાં આવી નહીં ડો.શ્યામ તબીબ નહોતો તેવો આક્ષેપ છે તો પાંચ વર્ષથી હોસ્પિટલ ચાલતી હતી કોઇએ કેમ અવાજ ઉઠાવ્યો નહીં

અન્ય સમાચારો પણ છે...