તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટમાં ભ્રૂણ હત્યાનો ફોટા પાડી લેતા તબીબે પોલીસ સ્ટેશનમાં ખૂન કરવાની ધમકી આપી'તી: મયુર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • લાપત્તા મયુર મોરી પોલીસના હાથ આવ્યા બાદ સાચી હકીકત બહાર આવી
  • શ્યામ દ્વારા પગાર વધારવામાં નહીં આવતા તેને રજૂઆત કરી હતી
રાજકોટ: કુવાડવા રોડ પરની લાઇફ કેર હોસ્પિટલના સંચાલક અને બની બેઠેલા ડોક્ટર શ્યામના દરરોજ નવા કરતૂતો બહાર આવી રહ્યા છે. લાપત્તા મયુર મોરીએ પોલીસ સમક્ષ વટાણા વેરી નાખ્યા હતા અને કહ્યું હતું કે, શ્યામ રાજાણી ભ્રૂણ હત્યા કરતો હતો તે અંગેની પોતે તસવીર ખેંચી લીધી હોવાથી તેને માર મારી અપહરણ કર્યું હતું અને પોલીસ સ્ટેશનમાં હત્યા કરવાની ધમકી આપી હતી.

1) તબીબ પગાર વધારવાને બદલે તે હેરાન કરવા માંડ્યો હતો

શ્યામ રાજાણી અને તેના સાગરીતોએ માર માર્યા બાદ લાપત્તા થઇ ગયેલો પ્રાંસલીનો મયૂર ઉર્ફે માનસીંગ રાજાભાઇ મોરી (ઉ.વ.23) બુધવારે રાત્રે પોલીસ સમક્ષ હાજર થયો હતો. મયુરે પોલીસ સમક્ષ આપવીતી વર્ણવતા કહ્યું હતું કે, પોતે લાઇફ કેર હોસ્પિટલમાં નોકરી કરતો હતો, શ્યામ દ્વારા પગાર વધારવામાં નહીં આવતા તેને રજૂઆત કરી હતી. પરંતુ પગાર વધારવાને બદલે તે હેરાન કરવા માંડ્યો હતો. શ્યામ રાજાણી પોતાની હોસ્પિટલમાં ભ્રૂણ હત્યા કરતો હતો અને તે અંગેના ફોટા મયૂરે સીસીટીવી ફૂટેજમાંથી મેળવી લીધા હતા.

મયુર પાસે ગોરખધંધાના પૂરાવા હાથ લાગતાં શ્યામે મયુરને કુવાડવા રોડ પર બોલાવ્યો હતો અને ત્યાંથી કારમાં અપહરણ કરી ઢોર માર મારી એક કારખાનામાં લઇ જતાં હતા તે વખતે મોકો મળતાં છટકીને મયુર નાસી ગયો હતો. મયૂરે પોલીસ સમક્ષ કહ્યું હતું કે, શ્યામે એવી પણ ધમકી આપી હતી કે, તેના પિતાને પોલીસ સાથે સારા સંબંધ છે અને પોલીસ સ્ટેશનમાં ઘૂસીને તારું મર્ડર કરી નાખીશ. શ્યામની ધમકીથી ડરીને મયુર પોતાના ઘરે ગયો નહોતો અને અમદાવાદ-સોમનાથ આંટાફેરા કર્યા બાદ કચ્છમાં નોકરી કરવા લાગ્યો હતો. શ્યામ અને તેના પિતા હેમંત રાજાણી સામે દવાની ચોરીનો ગુનો નોંધાયા બાદ હવે શ્યામ સામે નજીકના જ દિવસોમાં બોગસ ડિગ્રીનો અલગથી ગુનો નોંધવાનો પીઆઇ ઠાકરે નિર્દેશ આપ્યો હતો.

મયુર મોરી 25 દિવસ બાદ પોતાના વતન પ્રાસલી ગામે પહોંચ્યો હતો. તેની માતા બિમાર હોય તેને ભેટી પડ્યો હતો. ગ્રામજનોએ પણ મયુરનું સ્વાગત કર્યું હતું