તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટ જિ.પં.ના આરોગ્ય કર્મચારીઓએ સત્યનારાયણ ભગવાનની કથા કરી વિરોધ નોંધાવ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સત્યનારાયણની કથા યોજી કર્યો વિરોધ - Divya Bhaskar
સત્યનારાયણની કથા યોજી કર્યો વિરોધ
  • જિલ્લા પંચાયત કચેરીએ કથા યોજાઇ 
રાજકોટ: પડતર પ્રશ્નોને લઇને રાજકોટ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના કર્મચારીઓનો આજે હડતાળનો 10મો દિવસ છે. આજે જિલ્લા પંચાયત કચેરી ખાતે કર્મચારીઓએ સત્યનારાયણ ભગવાનની કથા યોજી વિરોધ નોંધાવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

1) સરકારને સદબુદ્ધિ આપે તે માટે કથાનું આયોજન

આરોગ્ય કર્મચારીઓએ જણાવ્યું હતું કે, ભગવાન સરકારને સદબુદ્ધિ આપે તે માટે કથાનું આયોજન કરવામાં આવ્યું હતું.  સરકાર આરોગ્ય કર્મચારીઓ પ્રત્યે હલકું વલણ અપનાવે છે. નુકસાનની ચિંતા હતી એટલે એસટીના કર્મચારીઓની માંગ સંતોષવામાં આવી હતી. જ્યારે લોકોના આરોગ્યની ચિંતા કરકારને નથી.