તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ ડિફેન્સ યુથ ફિએસ્ટામાં આર્મીના યુનિફોર્મમાં વિદ્યાર્થીઓની પરાક્રમ રેલી, 15 હજારથી વધુ છાત્રો જોડાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રેલી - Divya Bhaskar
રેલી
  • સ્કૂલના બાળકોએ 500 જેટલા પ્રોજેક્ટો બનાવ્યા 
  • પરાક્રમ રેલીમાં સ્વનિર્ભર સ્કૂલના વિદ્યાર્થીઓ જોડાયા 

રાજકોટ: જીનીયસ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુટ દ્વારા રાજકોટના રેસકોર્સ મેદાનમાં ડિફેન્સ યુથ ફિએસ્ટા 2019નો પ્રારંભ રૂપાણીના હસ્તે કરવામાં આવ્યો હતો. વહેલી સવારે સ્વનિર્ભર શાળાના 15 હજારથી વધુ વિદ્યાર્થીઓની પરાક્રમ રેલી નીકળી હતી. જેમાં વિદ્યાર્થીઓએ આર્મી, એરફોર્સ અને નેવીના યુનિફોર્મ પહેર્યા હતા. રેલી રેસકોર્સ મેદાનથી કિસાનપરા ચોક સુધી યોજાઇ હતી. રેલીની આગળ પોલીસની શણગારેલી જીપ ચાલી રહી હતી અને પાછળ દેશભક્તીના નારા સાથે વિદ્યાર્થીઓ ચાલી રહ્યા હતા. 

 

વિદ્યાર્થીઓએ વાઘા બોર્ડર પરેડ કરી

 

રેસકોર્સ મેદાનમાં વાઘા બોર્ડર જેવો માહોલ ઉભો કરવામાં આવ્યો છે. જેમાં વિદ્યાર્થીઓએ વાઘા બોર્ડર પરેડ કરી હતી. આ પરેડ નિહાળી લોકો પણ અચંબિત બની ગયા હતા. આ માટે વિદ્યાર્થીઓને ખાસ તાલીમ આપવામાં આવી હતી. તેમડ ચાર દિવસ સુધી યોજાનારા આ ડિફેન્સ યુથ ફિએસ્ટામાં રોજ અલગ અલગ શાળાના વિદ્યાર્થીઓને ત્રણ વખત આર્મીની તાલીમ આપવામાં આવશે. જેના માટે ખાસ બંકરો પણ બનાવવામાં આવ્યા છે. 

 

ડિફેન્સ યૂથ ફિએસ્ટાના આકર્ષણસમા પ્રોજેક્ટ

 

અન્ડર ગ્રાઉન્ડ બંકર, રોબોટિક મેડિકલ એડ, ઇમરજન્સી મોકડ્રીલ, લેન્ડ માઇનિંગ એન્ટિ બોમ્બ રોબોટ, સબમરીન એટેક, આર્મી ટ્રેનિંગ, પેરેશૂટ વડે પ્લેનના લેન્ડિંગ, સ્ટીલ્થ એરક્રાફ્ટ સર્ક્યુલર રનવે, શિપ ટુ શોર કનેક્ટર, ઓઇલ કલેક્ટર, સબમરીન ઇન્ટિરિયર, ઓટોનોમસ અન્ડર વોટર વ્હિકલ અને ક્રોસ્ટલ સર્વેલન્સ ડિફેન્સ વેસલ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.

 

છેલ્લા બે મહિનાથી તૈયારી

 

આ ડિફેન્સ યૂથ ફિએસ્ટાના આયોજન માટે જીનિયસ ગ્રૂપ ઓફ ઇન્સ્ટિટ્યૂટની જીનિયસ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, જય ઇન્ટરનેશનલ સ્કૂલ, રાજકોટ ઇન્ટરનેશનલ સ્કૂલ, ગાર્ડી વિદ્યાપીઠ તથા ગ્લોબલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદનમાં અભ્યાસ કરતા 5000થી વધુ કે.જી.થી પી.જી. સુધીના વિદ્યાર્થીઓ અને સંસ્થાના અધ્યાપકો દ્વારા છેલ્લા બે મહિનાથી તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.

 

(તસવીરો: પ્રકાશ રાવરાણી, રાજકોટ)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો