‘ભ્રષ્ટાચારી સરકારના CM રૂપાણી રાજીનામું આપો’ના બેનર્સ સાથે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસના કાર્યકરોએ કલેકટરની કારમાંથી હવા કાઢી
  • બેનરોમાં વિવિધ વિભાગોના નામ લખીને તેની સામે લાંચની રકમ દર્શાવવામાં આવી
  • CM રૂપાણી વિવિધ ખાતાઓમાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાનો જાહેરમાં સ્વીકારે- કોંગ્રેસ

રાજકોટ: મહેસુલ વિભાગમાં ભ્રષ્ટાચાર થતો હોવાના મુખ્યમંત્રી વિજય રૂપાણીની કબૂલાત બાદ રાજકોટ કોંગ્રેસએ આજે કલેકટર કચેરીમાં ઉગ્ર વિરોધ કર્યો હતો. 'ભ્રષ્ટાચારી સરકારના મુખ્યમંત્રી રાજીનામું આપો' ના નારા અને બેનરો બતાવામાં આવ્યા હતા. કોંગ્રેસના કાર્યકારી પ્રમુખે કલેકટરની કારમાંથી હવા કાઢી હતી.

 

CM રૂપાણી રાજીનામું આપવું જોઈએ: મહેશ રાજપુત

 

શહેરના કાર્યકારી કોંગ્રેસ પ્રમુખ મહેશ રાજપુતે જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્યમંત્રી વિવિધ ખાતાઓમાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાનો જાહેરમાં સ્વીકાર કરે છે. જેની આગેવાનીમાં ભ્રષ્ટાચાર ફૂલીફાલી રહ્યો હોય, અને બધું જાણવા છતાં જેઓ કડક પગલાં લઈ શકતા ન હોય તેને મુખ્યમંત્રી તરીકે રહેવાનો અધિકાર નથી. આવા CMને કારણે રાજ્યની પ્રજાને નુકસાન થઈ રહ્યું છે. ત્યારે તેમણે જાતે જ પોતાની જવાબદારી સમજીને રાજીનામું આપવું જોઈએ.

 

અન્ય સમાચારો પણ છે...