સૌરાષ્ટ્રમાં પાકવીમાના પ્રશ્નને લઈને રાહુલ ગાંધી રાજકોટમાં મોટી રેલી કરશે, 15 હજાર ખેડૂતો એકત્ર થશે: કગથરા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લલિત કગથરા - Divya Bhaskar
લલિત કગથરા
  • બધાના મંતવ્યો લઇ આગળ વધીએ છીએ એટલે ઉમેદવાર જાહેર કરવામાં વાર લાગે છે, કોઇ જૂથવાદ નથી

રાજકોટ: રાજકોટ કોંગ્રેસ દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટંકારાના ધારાસભ્ય અને કોંગ્રેસ તરફથી રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવારના દાવેદાર લલિત કગથરાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં પાકવીમાના પ્રશ્નને લઇને રાહુલ ગાંધી આગામી દિવસોમાં રાજકોટ આવશે. રાહુલ ગાંધીની હાજરીમાં ખેડૂતોની રેલી નીકળશે અને 15 હજારથી વધુ ખેડૂતો એકત્ર થશે. 

મોદી પ્રસિદ્ધીના ભૂખ્યા છે:  મિશન શક્તિ અંગેની પ્રેસ ઇસરોના ચેરમેન કરવાની હોય છે, નોટબંધી અંગેની પ્રેસ આરબીઆઇના ગર્વનરે કરવાની હોય વડાપ્રધાને કરવાની ન હોય. નરેન્દ્ર મોદી પ્રસિદ્ધિના ભૂખ્યા છે. ભૂતકાળમાં ઇન્દિરા ગાંધીએ સ્પેસ મિશન વખતે પ્રેસ નહોતી કરી. વડાપ્રધાન ચૂંટણીની આચારસંહિતાનો ભંગ કરે છે. ચૂંટણીપંચને પોતાને પણ ખબર છે કે વડાપ્રધાનની વાત ગેરવ્યાજબી છે. ખેડૂતોના દર્દમાં રાહુલ ગાંધી સહભાગી બનશે. અમે બધા લોકોના મંતવ્ય લઇ આગળ વધીએ છીએ એટલે ઉમેદવાર જાહેર કરવામાં વાર લાગે છે, કોઇ જુથવાદ નથી.