તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સૌરાષ્ટ્ર કચ્છ સહિત અનેક વિસ્તારમાં વરસાદી માહોલ, મોરબીમાં ગાજવીજ સાથે વરસાદ, ખેડૂતો ચિંતામાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ચિંતા

રાજકોટ:રાજસ્થાનમાં સર્જાયેલા અપર એર સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાતા વાતાવરણમાં પલટો આવ્યો છે. સૌરાષ્ટ્ર કચ્છ સહિત અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે. મોરબીમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. ઠંડી બાદ અચાનક વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ચિંતા સતાવી રહી છે.

 

કાલે ઠંડીમાં વધારો થવાની શક્યતા

આજે બપોરથી વાતવરણમાં અચનાક પલટો જોવા મળી રહ્યો છે. મોરબી માળિયા વચ્ચે વાવાઝોડું સાથે ગાજવીજ વરસાદ ખાબક્યો હતો. જો હજુ પણ વરસાદ આવશે તો જીરૂના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થવાની શક્યતા છે. હવામાન વિભાગ મુજબ રાજસ્થાનમાં સર્જાયેલા હવાના નીચા દબાણના કારણે સામાન્ય કરતાં વધારે પવન ફૂંકાશે. જ્યારે આવતી કાલે ઠંડીમાં વધારો થવાની શક્યતા પણ દર્શાવી છે. 
 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

વધુ વાંચો