રાજકોટ / પારૂલ યુનિ. સંચાલિત હોમિયોપેથી મેડિકલ કોલેજમાં વિદ્યાર્થિનીની છેડતી કરનાર પ્રોફેસર સસ્પેન્ડ

DivyaBhaskar.com

Apr 08, 2019, 03:54 PM IST
કોલેજમાં વિદ્યાર્થીઓનો હંગામો અને ઇન્સેટ તસવીરમાં છેડતી કરનાર પ્રોફેસર ભાસ્કર ભટ્ટ
કોલેજમાં વિદ્યાર્થીઓનો હંગામો અને ઇન્સેટ તસવીરમાં છેડતી કરનાર પ્રોફેસર ભાસ્કર ભટ્ટ

  • છેડતી કરનાર પ્રોફેસરને સસ્પેન્ડ કર્યો
     

રાજકોટ: પારૂલ યુનિ સંચાલીત રાજકોટના ગોંડલ રોડ પર આવેલી હોમિયોપેથી મેડિકલ કોલેજમાં શનિવારે પ્રોફેસર ભાસ્કર ભટ્ટ દ્વારા વિદ્યાર્થિનીની છેડતી કરાતા મામલો બિચક્યો હતો. જે મામલે પ્રોફેસર ભાસ્કર ભટ્ટને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે પારૂલ યુનિવર્સીટી સંચાલીત હોમિયોપેથી કોલેજમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીએ કોલેજના પ્રોફેસર પર આક્ષેપ કર્યો છે કે પ્રોફેસરે કમરથી પકડીને ધક્કો મારીને તેની સાથે છેડતી કરી હતી અને આ મુદ્દે કોલેજના વિદ્યાર્થીઓ એક થઇ જતા પ્રોફસરે વિદ્યાર્થીઓને રસ્ટીગેટ કરવાની ધમકી પણ આપી હતી. જ્યારે સોમવારે તમામ વિદ્યાર્થીઓએ હડતાળ પાડી કોલેજ ખાતે હોબાળો કરવામાં આવ્યો હતો. તેમજ આ પ્રશ્નનું નિરાકરણ ન આવે ત્યાં સુધી વિદ્યાર્થીઓએ અભ્યાસ કરવાથી અળગા રહેવાની ચિમકી ઉચ્ચારી હતી.

શું કહે છે પ્રોફેસર: ડો. ભાસ્કર ભટ્ટે જણાવ્યું હતું કે, હું શરૂઆતથી કોલેજ સાથે જોડાયેલો છું. મારા પર જે આક્ષેપ થયા છે તે પાયોવિહોણા છે. ટ્રસ્ટીઓએ મને કોલેજના શિસ્તપાલનની જવાબાદરી આપી છે. આ દરમિયાન કોઈ વિદ્યાર્થિનીને ખોટું લાગી ગયું હોય તો તેણીએ આવો ખોટો આક્ષેપ કર્યો હોય શકે છે. જો મારી સામે કાયદેસરની કાર્યવાહી થશે તો હું તપાસમાં સંપૂર્ણ સહકાર આપીશ. કોલેજ તરફથી કોઈ સૂચના મળી હોવા તેમજ વાલીઓ સાથે કોઈ વાતચીત થઈ હોવા અંગે ડો. ભટ્ટે જણાવ્યું હતું કે, કોલેજ તરફથી મને કોઈ સૂચના આપવામાં આવી નથી. હાલના તબક્કે વાલીઓ સાથે પણ મારે કોઈ વાતચીત નથી થઈ. આ મુદ્દે વાતચીતથી સમાધાન આવી શકે છે. આજે મારી તબિયત બરાબર ન હોવાથી હું કોલેજ નથી ગયો.

વડોદરાની પારૂલ યુનિવર્સિટીની બ્રાન્ચ છે: હોમિયોપેથી મેડિકલ કોલેજ એ વડોદરાની પારૂલ યુનિવર્સિટીની જ બ્રાન્ચ છે. વિદ્યાર્થિની સાથએ છેડતી કરી પ્રોફેસર ભાસ્કર ભટ્ટ ભુગર્ભમાં ઉતરી ગયો છે. તાજેતરમાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રોફેસર દ્વારા પીએચડીની વિદ્યાર્થિની સાથે છેડતી કરવામાં આવી હતી.

ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ સેનેટ મેમ્બર શું કહે છે: ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ સેનેટ મેમ્બર અને હોમિયોપેથી ડો.કેતન પટેલે જણાવ્યું હતું કે, પારૂલ યુનિવર્સિટીની દરેક બ્રાન્ચમાં આ રીતનું વિદ્યાર્થિનીઓનું શોષણ થાય જ છે. જ્યાં ડિમ્ડ યુનિવર્સિટી છે ત્યાં આવા પ્રશ્નો રહે છે. આવી યુનિવર્સિટી અને બ્રાન્ચમાં પરીક્ષામાં પાસ-નાપાસ કરવા અમુક માર્ક મુકવા માટે પ્રોફેસરો અને પ્રિન્સિપાલોને સત્તા હોય છે. જેને લઇ વિદ્યાર્થિનીઓને ચાલુ પરીક્ષાએ પણ યેનકેન પ્રકારે છેડતી કરવામાં આવે છે અને તાબે કરવામાં આવે છે. વિદ્યાર્થિનીઓ પણ ભવિષ્ય અને ભણતરના ડરને લઇ જાહેરમાં આવતી નથી.

શું કહે છે તપાસનીશ અધિકારી: તપાસનીશ અધિકારી પીઆઇ ગઢવીએ જણાવ્યું હતું કે, આજે સવારથી ગોંડલ રોડ પરની પારૂલ યુનિવર્સિટી સંચાલિત રાજકોટ હોમિયોપેથી મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી છાત્રા સાથે શનિવારે અણછાજતું વર્તન પ્રોફેસરે કર્યાના મામલે છાનબીન કરવા મહિલા પીએસઆઈ ધાંધલીયા અને સ્ટાફ સાથે હું કોલેજ કેમ્પસ પર ગયો હતો અને બંને પક્ષના આક્ષેપો પ્રતિઆક્ષેપો સાંભળ્યા હતા. વિદ્યાર્થિનીના આક્ષેપ સંદર્ભે સીસીટીવીના ફૂટેજ ચકાસતા શનિવારે પ્રો. ભાસ્કર ભટ્ટ જ્યારે ક્લાસમાં લેક્ચર લેવા જાય છે ત્યારે પ્રોફેસરના આગમનથી અજાણ વિદ્યાર્થિની તેની સહેલી સાથે વાતચીત કરી રહી હતી. આ વિદ્યાર્થિની પોતાની પ્રથમ બેંચ પાસે ઉભી હતી જ્યાંથી પ્રોફેસરને લેક્ચર લેવા સ્ટેજ પર જવાનું હોય છે. આ રીતે ત્યાંથી તેઓ પસાર થયા ત્યારે પાછળથી કોણી ધસાયાનું સમજાય રહ્યું છે. જો કે આ ફુટેજમાં જાણી જોઈને કોઈ હેરેસમેન્ટ કરવામાં આવ્યાનું સ્પષ્ટ થતું નથી છતાં મેનેજમેન્ટે વિદ્યાર્થીઓની માંગણી મુજબ પ્રોફેસરને હાલ તુરંત સસ્પેન્ડ કર્યા છે અને કોલેજ કમિટીએ તપાસ શરૂ કરી છે. હાલ મામલો થાળે પડી ગયો છે.

X
કોલેજમાં વિદ્યાર્થીઓનો હંગામો અને ઇન્સેટ તસવીરમાં છેડતી કરનાર પ્રોફેસર ભાસ્કર ભટ્ટકોલેજમાં વિદ્યાર્થીઓનો હંગામો અને ઇન્સેટ તસવીરમાં છેડતી કરનાર પ્રોફેસર ભાસ્કર ભટ્ટ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી