તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટમાં ઉત્તરાયણમાં રાફેલનો મુદ્દો, મોદી, રાહુલ, સ્ટેચ્યુ ઓફ યુનિટીની પતંગ ઉડશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પતંગમાં દેશનો ચોકીદાર જ ચોરનું લખાણ
  • નરેન્દ્ર મોદી v/s રાહુલ ગાંધીના પતંગોની માંગ

રાજકોટ: ઉત્તરાયણના તહેવારને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે ધીરે-ધીરે પતંગ બજારમાં પતંગો અને દોરાની માંગ વધી રહી છે. પ્રતિ વર્ષની માફક આ વર્ષે પણ વિવિધ પ્રકારના અને અલગ-અલગ રંગોના પતંગો બજારમાં ઉપ્લબ્ધ છે. પરંતુ આ વખતે ઉત્તરાયણને પણ ચૂંટણીનો રંગ લાગ્યો હોય તેવું જણાય રહ્યું છે. કારણ કે બજારમાં મોદી v/s રાહુલ ગાંધીના પતંગોનું સૌથી વધારે વેંચાણ થઈ રહ્યું છે. તેમજ રાફેલ મુદ્દો પણ આ વખતે પતંગમાં ચગ્યો છે. જેમાં લખ્યું છે કે દેશનો ચોકીદાર જ ચોર છે.

 

(રાજકોટમાં ભ્રૂણ હત્યાનો ફોટા પાડી લેતા તબીબે પોલીસ સ્ટેશનમાં ખૂન કરવાની ધમકી આપી'તી: મયુર)

1) સ્ટેચ્યુ ઓફ યુનિટીના પતંગોએ પણ લોકોમાં અનેરું આકર્ષણ જમાવ્યું

આ વર્ષે ઉત્તરાયણમાં શહેરના આકાશમાં રાજકારણની ઝલક જોવા મળશે. પતંગ ઉત્પાદકો દ્વારા લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ખાસ રાજકીય દિગ્ગજોના ફોટા સાથેના પતંગો બનાવવામાં આવ્યા છે. અને લોકો પણ આવા પતંગોની જોરશોરથી ખરીદી કરવા લાગ્યા છે. જેમાં નરેન્દ્ર મોદી vs રાહુલ ગાંધીના પતંગોની માંગ સૌથી વધુ છે. આ ઉપરાંત સરદાર પટેલના સન્માનમાં બનેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીના પતંગોએ પણ લોકોમાં અનેરું આકર્ષણ જમાવ્યું છે.