ગોંડલનાં દેરડી કુંભાજી ગામ પાસે પેટ્રોલિંગ કરતાં એક કારમાંથી અઢી કિલો ગાંજો પકડાયો, 3ની ધરપકડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે 3 આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી
રાજકોટ:ગોંડલ તાલુકાના દેરડીકુંભાજી ગામ પાસે પોલીસ તંત્ર પેટ્રોલિંગમાં હતું તે દરમિયાન એક કારને ચેક કરાતા તેમાંથી અઢી કિલો ગાંજો મળી આવ્યો હતો. આ મામલે પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર SOG પીઆઇ પલાચાર્ય સહિતનો સ્ટાફ પેટ્રોલીંગ કરી રહ્યો હતો ત્યારે દેરડી કુંભાજી ગામ પાસે વાહન ચેકિંગ દરમિયાન એક કાર (GJ 03 CA 9572)ની તપાસ કરતાં તેમાંથી અંદાજીત અઢી કિલો ગાંજો મળી આવ્યો હતો. જેની અંદાજીત કિંમત રૂપિયા 17,640 છે. હાલ પોલીસે આરોપી અસરફ ઉર્ફે અચુ હબીબભાઇ કાલવાતર,હૈદરઅલી આબેદહુસેન બુખારી અને હાર્દિક મકવાણાની ધરપકડ કરી છે અને ગાંજો અને ગાડી સહિત 2 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.