તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પડધરી તાલુકા NSUIના પ્રમુખ અને કોંગ્રેસ મહામંત્રી સહિત 200 કાર્યકરો કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પહેલી તસવીર પડધરી તાલુકા કોંગ્રેસ મહામંત્રી સતુભા જાડેજા અને બીજી તસવીરમાં પડધરી તાલુકા NSUIના પ્રમુખ સિદ્ધાર્થ ડોડિયા - Divya Bhaskar
પહેલી તસવીર પડધરી તાલુકા કોંગ્રેસ મહામંત્રી સતુભા જાડેજા અને બીજી તસવીરમાં પડધરી તાલુકા NSUIના પ્રમુખ સિદ્ધાર્થ ડોડિયા
  • કોંગ્રેસમાં અવારનવાર અવગણના થઇ રહી હોય નિર્ણય લીધો

રાજકોટ: લોકસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પડધરી તાલુકા એનએસયુઆઇની પ્રમુખ સિદ્ધાર્થ ડોડિયા અને પડધરી તાલુકા કોંગ્રેસ મહામંત્રી સતુભા જાડેજા સહિત 200 કાર્યકરોએ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાશે. સતુભાની કોંગ્રેસમાં અવારનવાર અવગણના થઇ રહી હોય નિર્ણય લીધો છે. તેઓએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. 

માંડવીયાની હાજરીમાં કેસરીયો ધારણ કરશે: સતુભાએ આક્ષેપ કરતા જણાવ્યું છે કે, પાર્ટીના સંનિષ્ઠ કાર્યકરોની અવગણના કરીને પેરાશૂટ કાર્યકરોને પ્રાથમિકતા આપતા તેમજ હાલના ધારાસભ્યને રાજકોટની ટિકિટ આપી લડાવાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના કાર્યકરો ક્યાં મોઢે મતદારો સમક્ષ પ્રચાર કરવા જાય? એ મુદ્દે ભારેલો અગ્નિ જોવા મળી રહ્યો છે. 18 અપ્રિલે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાના હાથે ભાજપનો ખેસ ધારણ કરીને વિધિવત ભાજપમાં જોડાશે. ભાજપ દ્વારા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ભાજપમાં ભળ્યા બાદ એનએસયુઆઇમાં પણ ભંગાણ કરી કરી રહ્યા છે.