ભેદ ઉકેલાયો / સૌરાષ્ટ્રમાં સગાની ઓળખ આપી 18 લાખના સોનાની છેતરપિંડી કરનાર શખ્સ ઝડપાયો

DivyaBhaskar.com | Updated - Mar 15, 2019, 12:37 AM
one person arrested cheating of 18 lac gold in saurashtra
X
one person arrested cheating of 18 lac gold in saurashtra

  • સીઆઇડીની ઓળખ આપી બે શખ્સોએ વેપારીને લૂંટ્યો
     

રાજકોટ: રાજકોટ ગ્રામ્ય એસઓજીએ સૌરાષ્ટ્રમાં સગાની ઓળખ આપી વિશ્વાસમાં લઇ 18 લાખના સોનાના દાગીનાની છેતરપિંડી કરનાર નિમેશ પુરોહિત નામના શખ્સની ધરપકડ કરી છે. નિમેશે વૃદ્ધ દંપતીઓને ટાર્ગેટ કરતો હતો. પોલીસે તેની પાસેથી 9 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. 

CIDની ઓળખ આપી બે શખ્સોએ વેપારીને લૂંટ્યો: અન્ય એક બનાવમાં સીઆઇડીની ઓળખ આપી સંત કબીર રોડ પર રહેતા 61 વર્ષીય વેપારીને બે શખ્સોએ લૂંટ્યા છે. જેમાં ચેકિંગના બહાને વેપારી નયનભાઇ શિંગાળાની નજર ચૂકવી ચેકિંગ કરવાના બહાને ત્રણ સોનાની વીંટી, એક સોનાનો ચેઇન સહિતની સોનાની વસ્તુઓની લૂંટ કરી હતી. આ અંગે વેપારીએ થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 

ચીટર પાસેથી સોનાના ઘરેણા સહિતની વસ્તુ કબજે કરાઈ
1.નિમીષ ઉર્ફે નૈમિષ પાસેથી ચાર બંગડી, બે લક્કી, બે ચેઇન, 11 વીંટી, 104.200 ગ્રામનો તેમજ 244.670 ગ્રામના બે સોનાના ઢાળ, એક મોબાઇલ, ચાર જુદી જુદી બેંકની પાસબુક, એક્ટિવા અને રોકડા રૂ.1800 પોલીસે કબજે કર્યા છે.
રાજકોટ સહિત 5 શહેરોમાં કળા કર્યાની કબૂલાત
2.નિમીષની પૂછપરછમાં તેણે રાજકોટ શહેરમાં જુદા જુદા ચાર સ્થળે ગુના આચર્યા છે. આ ઉપરાંત ગીર-સોમનાથના વેરાવળમાં 3 સ્થળે, જૂનાગઢના કેશોદમાં બે સ્થળે, જામનગરમાં ચાર સ્થળે અને પોરબંદર શહેરમાં પણ ચાર સ્થળે વૃધ્ધોને નિશાન બનાવી છળકપટથી સોનાના ઘરેણાં તફડાવ્યાની કબૂલાત આપી છે.
જૂનાગઢના સોની વેપારી પાસે સોનું ગળાવતો હતો
3.જૂનાગઢના છાયા બજારમાં આવેલા ઓમ જ્વેલર્સવાળા કિશોરભાઇ સોની, મનોજભાઇ સોનીને તેમજ સોનું ગાળવાની રિફાઇનરી ધરાવતા તુકારામ દાદાસાહેબ કદમ પાસે છેતરપિંડીથી મેળવેલું સોનું ગળાવતો હોવાની આરોપીએ કેફિયત આપી હતી. પોલીસ ઉપરોકત વેપારીઓ સામે કાર્યવાહી કરશે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App