તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જસદણના વાજસુરપરા વોર્ડમાં બેનરો લાગ્યા, 'કોઈ પણ પક્ષના રાજકારણીએ મતની ભીખ માંગવા આવવું નહીં'

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • લોકોએ બેનરો લગાવી પાલિકા સામે વિરોધ દર્શાવ્યો  

રાજકોટ:જસદણ નગરપાલિકાની અણઆવડતના લીધે શહેરભરમાં વિવિધ સમસ્યાઓ માથું ઉંચકી રહી છે. છતાં જવાબદાર તંત્ર દ્વારા કોઈ જ નક્કર કામગીરી કરવામાં આવતી ન હોવાથી નગરજનોમાં નગરપાલિકાની કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે જસદણના વાજસુરપરા વોર્ડ નં.2માં રોડ અને પાણી પ્રશ્ને નગરપાલિકામાં અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતાં લોકોએ ગામમાં બેનર લગાવ્યા છે. જેમાં લખવામાં આવ્યું છે કે કોઈ પણ પક્ષના રાજકારણીએ મતની ભીખ માંગવા આવવું નહીં. જેને લઈને પાલિકા પણ મુંજવણમાં મુકાઈ ગયું છે.

અમારા વોર્ડમાં પ્રમુખ દ્વારા ઈરાદાપૂર્વક કામ કરવામાં આવતું નથી
જસદણ શહેરભરમાં રોડ-રસ્તાની પાલિકા દ્વારા કામગીરી ચાલી રહી છે. જેમાં વોર્ડ નં.2ને બાદ કરતા દરેક વોર્ડમાં દીવાલથી દીવાલ રોડ બનાવેલ છે. જ્યારે વોર્ડ નં.2 વાજસુરપરા શેરી નં.12,14 અને 17માં માત્ર સાડાચાર મીટર જ રોડ લેવામાં આવ્યા છે. શેરી નં.17માં શેરી 13 મીટર લાંબી હોવા છતાં માત્ર 4 મીટર જ રોડ પાલિકા દ્વારા મંજુર કરવામાં આવ્યો છે. જ્યારે ગામમાં દીવાલથી દીવાલ રોડ બનાવવામાં આવી રહ્યો છે અને જ્યાં-જ્યાં દીવાલથી દીવાલ ઘટતો રોડ હતો ત્યાં પ્રમુખે એક્સેસવર્ક કરીને રોડ લંબાવી આપેલ છે. તો વોર્ડ નં.2માં એક્સેસવર્ક કરીને રોડ વધારી દેવા માટે અમે અનેકવાર લેખિતમાં અને મૌખિકમાં
રજુઆતો કરી છે. છતાં પ્રમુખ ઉડાઉ જવાબો આપે છે. વોર્ડ નં.2માંથી ગત વિધાનસભાની પેટા ચૂંટણીમાં અમે ખોબે-ખોબે મતની લીડ અપાવી હતી છતાં મારાજ વોર્ડમાં પ્રમુખ દ્વારા ઈરાદાપૂર્વક કામ કરવામાં આવતું નથી. અમે મતદારોને સમજાવતા મતદારો કહે છે કે પહેલા રોડ પછી મત આપીશું તેવા જવાબો આપે છે.

વારંવાર રજૂઆત કરવા છતાં રોડની તપાસ કરવામાં આવતી નથી
વોર્ડ નં.2માં અન્ય વોર્ડ કરતા સાવ નબળા કામ પાલિકા દ્વારા કરવામાં આવ્યા છે. આ અંગે નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને એન્જીનીયરને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ રોડની તપાસ કરવામાં આવતી નથી. તેમાં વોર્ડ નં.2માં શેરી નં.12,14 અને 17 જેની લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં રોડની પહોળાઈ લંબાવવામાં આવતી નથી. આ રોડ-રસ્તામાં માત્ર દોઢ-દોઢ ફૂટનો રોડ જ દીવાલથી દુર રહે છે. જેના કારણે રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને આવનારી લોકસભાની ચુંટણીમાં મતદારો મતદાનનો બહિષ્કાર કરશે તેવા બેનરો મારી રોષ ઠાલવી રહ્યા છે. 

ચૂંટણી પછી વધારાના તમામ કામો કરવામાં આવશે
જેતે સમયે બોર્ડમાં અગાઉ મંજુર થયેલ રોડ દીવાલથી દીવાલ ન હોય તેના એક્સેસવર્ક માટે હાલ આચારસંહિતા હોય ચૂંટણી પછી વધારાનાં તમામ કામો કરવામાં આવશે. એક્સેસવર્ક માટે જસદણમાં નાનામોટા તમામ વોર્ડમાં આ રીતે રોડના આયોજનો હોય માટે ચૂંટણી બાદ તમામ રોડ-રસ્તાઓ આવરી લેવામાં આવશે.

(દિપક રવિયા,જસદણ)