તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાઇ એલર્ટ વચ્ચે સોમનાથ અભેદ કિલ્લેબંધીમાં ફેરવાયું, NSG કમાન્ડોની ટીમ ખડેપગે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જવાનોની ચાંપતી નજર - Divya Bhaskar
જવાનોની ચાંપતી નજર
  • કોસ્ટગાર્ડ અને મરીન પોલીસે સમુદ્રમાં હવાલો સંભાળ્યો 
  • આર્મીએ કાંઠાળ વિસ્તારમાં ચોકીઓ ઉભી કરી છે
રાજકોટ: ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે ત્યારે સૌરાષ્ટ્રની દરિયાઇ અને જમીન સરહદો પર હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સરહદો પર ત્રણેય પાંખનું સૈન્ય સ્ટેન્ડ ટુ છે. સોમનાથમાં એનએસજી કમાન્ડો પહોંચી ગયા હોવાથી મંદિર અભેદ્ય કિલેબંધીમાં ફેરવાઇ ગયું છે. સોમનાથ મંદિરની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે.

1) અરબી સમુદ્રમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત

એર હુમલા બાદ અરબી સમુદ્રમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવાઇ છે. જામનગર અને દ્વારકા જિલ્લામાં આર્મી, એરફોર્સ અને નેવી સ્ટેન્ડ બાય છે. કોસ્ટગાર્ડ અને મરીન પોલીસે સમુદ્રમાં હવાલો સંભાળ્યો છે. આર્મીએ કાંઠાળ વિસ્તારમાં ચોકીઓ ઉભી કરી છે. પોલીસે એરપોર્ટ, રેલવે અને બસ સ્ટેશન સહિત ધોરી માર્ગ પર ચેકિંગ શરૂ કર્યું છે.  

સુરક્ષામાં કોઇ ચૂક ન રહી જાય તે માટે ભારતીય સેનાના જવાનોનો કાફલો ગીરસોમનાથના સમુદ્રી વિસ્તારમાં તૈનાત કરી દેવામાં આવ્યો છે. ગુજરાતમાં હાઇ એલર્ટને લઇને દિલ્હીથી 4 એન.એસ.જી કમાન્ડો સોમનાથ મંદીરની સૂરક્ષા માટે સોમનાથ પહોંચી ગયા છે. આ ઉપરાતં એન.એસ.જી કમાન્ડો દ્વારા સોમનાથ હેલીપેડ સહિત સમુદ્ર કિનારો અને મંદીર પરીસરની ચકાસણી કરવામાં આવી રહી છે.

હાઇ એલર્ટના પગલે રાજકોટ એરપોર્ટને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે. સીઆઇએસએફના જવાનોને એલર્ટ રહેવા સૂચના અપાઇ છે. એરપોર્ટ આસપાસ 4 કિલોમીટર વિસ્તારમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. શંકાસ્પદ ગતિવિધિ પર નજર રાખવા ખાસ સૂચના અપાઇ છે. 

પોરબંદરમાં ગુજરાત ભાજપના પ્રવક્તા ઓમ માથુરે જણાવ્યું હતું કે, પાકિસ્તાનની આર્થિક સ્થિતિ ભયંકર રીતે ખરાબ છે. પાકિસ્તાની સેના પાસે ટ્રાન્સપોર્ટ માટે પૂરતું ફ્યુઅલ પણ નથી. પાકિસ્તાનની આવી જ હરકતો રહી તો બેના બદલે પાકિસ્તાનના ચાર ટૂકડાઓ થશે. જ્યારે જ્યારે પાકિસ્તાન દ્વારા આવી હરકતો કરવામાં આવી છે ત્યારે ભારતીય સેના દ્વારા તેનો જડબાતોડ જવાબ આપ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

વધુ વાંચો