તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટમાં 42 હજારથી વધુ ઉમેદવારો પરીક્ષા આપશે, ST 100થી વધુ ખાનગી બસ ભાડે લેશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  •  48 ફ્લાઈંગ સ્કોડ ખડેપગે રહેશે
  • પેપર કરણસિંહજી હાઈસ્કૂલ ખાતે સ્ટ્રોંગ રૂમમાં સિલ કરવામાં આવશે
  •  100 મીટરના એરિયામાં આવતી સ્ટેશનરી અને ઝેરોક્ષનું મશીન બંધ રખાશે
રાજકોટ: પેપરલીક કૌભાંડ બાદ આવતીકાલે ફરીથી LRD પરીક્ષા લેવાશે. જેમાં રાજકોટમાં 42 હજારથી વધુ ઉમેદવારો આ પરીક્ષા આપશે. પરીક્ષામાં અનિચ્છનિય બનાવ ન બને તે માટે 48 ફ્લાઈંગ સ્કોડ ખડેપગે રહેશે. આજે સાંજ સુધીમાં પેપર રાજકોટ આવ્યા બાદ કરણસિંહજી હાઈસ્કૂલ ખાતે સ્ટ્રોંગ રૂમમાં સિલ કરી દેવામાં આવશે. સાથે જ પરીક્ષાને લઈને પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે. તો પરિક્ષા કેન્દ્રથી 100 મીટરના એરિયામાં આવતી સ્ટેશનરી અને ઝેરોક્ષનું મશીન બંધ રાખવામાં આવશે. 

1) LRDની પરીક્ષા માટે એસ.ટી 100 ખાનગી-સ્કૂલ બસ ભાડે લેશે

રાજ્યભરમાં રવિવારે પોલીસ લોકરક્ષક દળની પરીક્ષા માટે સરકારી તંત્ર કામે લાગી ગયું છે. રાજકોટ એસ.ટીની 350 બસ ઉપરાંત એસ.ટી દ્વારા 100 જેટલી ખાનગી અને સ્કૂલ બસ પણ પરીક્ષા માટે લઇ  લેવામાં આવી છે. 

  •  હળવદથી સુરેન્દ્રનગર તથા રાજકોટ જવા માટે હરિદર્શન હોટેલ પાસેના મેદાનમાં સરા ચોકડી પાસેથી બસ મળશે
  • વાંકાનેરથી સુરેન્દ્રનગર અને રાજકોટ જવા માટે અમરસિંહજી હાઈસ્કૂલ મેદાન, નેશનલ હાઈવેના પૂલ પાસેથી બસ મળશે. 
  •  ટંકારાથી સુરેન્દ્રનગર અને રાજકોટ જવા માટે તાલુકા પોલીસ સ્ટેશન-ટંકારાથી એસ.ટી બસ મળશે
  • મોરબીથી રાજકોટ તરફ આવવા માટે સ્કાય મોલ પાસે, ગાંધીના મેદાનમાં શનાળા રોડ પરથી બસ મળશે
  • મોરબીથી સુરેન્દ્રનગર જવા માટે પરશુરામ પોટરીનું મેદાન, સામાકાંઠે, નજરબાગ મોરબી-2થી એસ.ટી બસની સુવિધા મળશે.