તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોંડલમાં લાપત્તા થયેલી આરતીની ગોળી મારી હત્યા કરાઈ હતી, આરોપી પ્રેમીની ધરપકડ કરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મૃતક યુવતી અને આરોપી ઈમરાન - Divya Bhaskar
મૃતક યુવતી અને આરોપી ઈમરાન
  • યુવતીના હાડમાંસને ફોરેન્સિક લેબમાં મોકલાયા
  • પ્રેમીએ જ પ્રેમીકાને ગોળી મારી મોતને ઘાટ ઉતારી
  • આરોપી ઈમરાને 3 મિત્રની મદદથી લાશને સગવગે કરી
ગોંડલ:હિન્દી ફિલ્મ દામિનીની સ્ટોરી જેવી ઘટનાના દિવ્ય ભાસ્કરના એક્સક્લુઝિવ એપિસોડ બાદ જિલ્લા પોલીસ તંત્ર તપાસનો ધમધમાટ શરૂ કરી કામે લાગી ગઈ હતી. ત્યારે આજે પોલીસને આ કેસમાં લાપત્તા થયેલી ત્વકતા મહિલાના પગની ઝાંઝરી અને ડેથ બોડીના હાડમાંસ મળી આવ્યા છે. જેને હાલ ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યા છે. લાપતા યુવતી આરતીને તેના પ્રેમીએ જ ફાયરીંગ કરી પતાવી દઇ અને બાદમાં લાશને સળગાવી દઇ ફેંકી દીધી હોવાનું ખુલતા ખળભળાટ મચી ગયો છે. લાપતા યુવતીના મળેલ મોબાઇલ ફોન પરથી પોલીસે આ રહસ્યમય ઘટનાનો ભેદ ઉકેલ્યો હતો.

1) પુરાવાનો નાશ કરવા લાશને સળગાવવામાં આવી

મળતી માહિતી પ્રમાણે યુવતી ગુમ થતાં તેનાં ભાઇ પરેશે ગત તા.15નાં સીટી પોલીસમાં મિસિંગની અરજી કરી હતી. જે આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં સામે આવ્યું હતું કે યુવતી ગુમ થઈ તે પહેલા ઈમરાન ઉર્ફ ઈમલો કરીમ કટારીયા સાથે છેલ્લે ફોનમાં વાચચિત કરી હતી. જેથી પોલીસે ઈમરાનની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે લાપત્તા થયેલી યુવતી સાથે તેને પ્રેમ સંબંધ હતા અને તેઓ અવારનવાર મળતા હતા. જે દરમિયાન એક વખત ઈમરાને તેને ઘરે બોલાવી હતી અને ગેકકાયદે રાખેલી બંદુકથી ફાયરિંગ કર્યું હતું જેમાં યુવતીનું મોત નિપજ્યું હતું.

ઇમરાને એવી કબુલાત આપી હતી કે તેને મૃતક આરતી સાથે પ્રેમસબંધ હતો અને તે તેના ઘરમાં પરાણે બેસવા જીદ કરતી હતી. જેથી તેના મિત્રો સાથે કાવતરૂ રચી આરતીને તેના ઘરે બોલાવી તેના પર પિસ્તોલમાંથી ફાયરીંગ કરી મોતને ઘાટ ઉતારી દીધી હતી. યુવતીનાં મોત બાદ ઈમરાને તેના મિત્ર જુનેજ મેમણ, સવ બાપુ સૈયદ અને નુરમહમદને બોલાવી યુવતીની લાશને ગોંડલ કંટોલીયા રોડ પર આવેલી નદી પાસે સળગાવી દીધી હતી અને બાદમાં હાડમાંસને કોથળામાં ભરી નદી પાસે બાવળની જાળીમાં ફેંકી દીધી હતી. 

સમગ્ર મામલે પોલીસે ખરાઈ કરતા ઘટનાસ્થળ પરથી યુવતીની ઝાંઝરી અને હાડમાંસ મળી આવ્યું હતું. જેથી પોલીસે યુવતીના ભાઈ પરેશભાઈને ખરાઈ માટે બોલાવ્યા હતા. જેમાં પરેશભાઈએ કહ્યું હતું કે આ ઝાંઝરી તેની બહેન આરતીની જ છે. પોલીસે યુવતીના ભાઈની ફરિયાદના આધારે આરોપી ઈમરાન ઉર્ફ ઈમલો કટારીયાને ઝડપી પાડ્યો છે અને બાકીના 3 આરોપી જુનેજ મેમણ, સવ બાપુ સૈયદ અને નુરમહમદની શોધખોળ ચાલુ છે. હાલ પોલીસે યુવતીના હાડમાંસને ફોરેન્સિક લેબમાં મોકલ્યા છે અને વધુ તપાસ શરૂ કરી છે.

હત્યાનો ભોગ બનનાર આરતીના બારેક વર્ષ પહેલા જુનાગઢમાં રહેતા ભુરાભાઇ બારોટ સાથે લવ મેરેજ થયા હતા અને તેને સંતાનમાં એક પુત્ર કાનો છે. પાંચ વર્ષ પુર્વે ભુરાભાઇ બારોટનું એઇડસના કારણે મોત થતા આરતીએ જુનાગઢ ગાંધીગ્રામમાં રહેતા કાના રબારી સાથે પ્રેમસબંધ બંધાયો હતો અને તેની સાથે ૩ વર્ષ રહ્યા બાદ આરતી છેલ્લા ચારેક માસથી ગોંડલ તેના ભાઇને ત્યાં આવતી રહી હતી અને ગોંડલમાં રહેતા ઇમરાન સાથે પ્રેમસબંધ બંધાયો હતો. અઠવાડીયા પુર્વે આરતી તથા તેનો પ્રેમી ઇમરાન તેના મિત્રો સાથે અજમેર ફરવા ગયો હતો અને ત્યાંથી પરત આવ્યા બાદ આરતીએ ઇમરાનના ઘરમાં પરાણે બેસવાની જીદ કરતા તેને જીવ ખોવો પડયો હતો.