તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ, દેશ-વિદેશના 100થી વધુ પતંગબાજોએ ભાગ લીધો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 48 આંતરરાષ્ટ્રીય અને 31 દેશના અન્ય રાજ્યોમાંથી પતંગબાજો આવ્યા

રાજકોટ: આચારસંહિતાના પગલે શહેરના એક પણ નેતાઓને પતંગ મહોત્સવમાં રસ ન હતો. બીજી તરફ લોકોની ભીડ એકત્ર કરવા માટે મહાનગરપાલિકા સંચાલિત હાઇસ્કૂલમાંથી વિદ્યાર્થીઓને પતંગ મહોત્સવમાં લાવવામાં આવ્યા હતા. ગુજરાત પ્રવાસન વિભાગ અને રાજકોટ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે બુધવારે રેસકોર્સ મેદાનમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં વોર્ડ નં.13માં પેટા ચૂંટણી હોવાથી સ્ટેજ પર કોઇ નેતાને સ્થાન આપવામાં આવ્યું નહોતું. બીજી તરફ મહોત્સવમાં ધારાસભ્ય અરવિંદ રૈયાણી પહોંચી જતા અધિકારીઓ મૂંઝાયા હતા. સ્ટેજ પર ખુરશી રાખવામાં આવી ન હોવાથી ધારાસભ્ય પરત ફર્યા હતા. પતંગ મહોત્સવમાં ભીડ એકત્ર કરવા માટે મહાનગરપાલિકાની  શેઠ હાઇસ્કૂલ, સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ સહિતની શાળામાંથી બાળકોને હાજર રહેવા સૂચના આપવામાં આવી હતી.   

 

(તસવીર: પ્રકાશ રાવરાણી, રાજકોટ)

1) 48 આંતરરાષ્ટ્રીય પતંગબાજો ઉત્સવની મજા માણી રહ્યા છે

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં વિવિધ દેશોમાંથી જેમ કે, ફ્રાન્સના 4, જર્મનીના 2, હન્ગ્રીના 4, ઇઝરાયેલના 6, ઈટાલીના 5, કેન્યાના 2, કોરિયાના 4, કુએતના 3, લિથુઆનિયાના 7, મલેશિયાના 5, મેક્સિકોના 2 અને ઇન્ડોનેશિયાના 4 એમ કુલ મળીને 48 વિદેશી પતંગબાજો ઉત્સવની મજા માણી રહ્યા છે. આ ઉપરાંત ભારતમાંથી કેરાલાના 4, પંજાબના 3, રાજસ્થાનના 8, તામિલનાડુના 7, લખનૌના 4, ઉતરાખંડના 5 એમ કુલ મળીને 31 ભારતીય પતંગબાજો આવ્યા છે. 

પતંગ મહોત્સવમાં વોર્ડ નં.13ની પેટા ચૂંટણી હોવાથી આચારસંહિતાના પગલે કાર્યક્રમના સ્ટેજ પર એક પણ નેતાને સ્થાન આપવાનું ન હોવાથી તેઓ કાર્યક્રમમાં દેખાયા પણ ન હતા, પરંતુ મોટાભાગના અધિકારીઓ પણ 9 વાગ્યે કાર્યક્રમ શરૂ કરવાની જાહેરાત કર્યા બાદ 9:50 કલાકે દિપપ્રાગટ્ય કરી 10:30 કલાકે રવાના થઇ ગયા હતા.