તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Including Saurashtra kutch Army Stand To On Gujarat Border, Strengthen Security Of Port, Temple And Refinery

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતની સરહદે જવાનો તૈયાર, બંદરો, મંદિરો, રિફાઈનરી પર ચાંપતી નજર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતની હવાઈ, દરિયાઈ અને જમીનની ચૂસ્ત સુરક્ષા - Divya Bhaskar
ગુજરાતની હવાઈ, દરિયાઈ અને જમીનની ચૂસ્ત સુરક્ષા
  • સોમનાથ, દ્વારકા, પોરબંદર, કચ્છ બોર્ડરે સુરક્ષા વધારાઇ
  • સરહદ પર ગમે તે પરિસ્થિતને પહોંચી વળવા માટે સેના ખડેપગે 
  • પાકિસ્તાને પણ કચ્છ સરહદ પર હેલિપેડ બનાવ્યું: સુત્ર  

રાજકોટ: પુલવામા હુમલા બાદ ભારતે આજે POKમાં 12 મિરાજ વિમાનથી પીઓકેમાં આતંકી પ્રવૃત્તિ વિરૂદ્ધ કાર્યવાહી કરી છે. જેમાં લગભગ 300 આતંકી ઠાર કર્યા હોવાનો દાવો કર્યો છે. જેને પગલે પાકિસ્તાન- ગુજરાત વચ્ચેના 508 કિ.મી. સરહદી વિસ્તારને ધ્યાનમાં લેતા સમગ્ર રાજ્યમાં હાઇ એલર્ટ આપવામાં આવ્યું છે. સુત્રો મુજબ સોમનાથ, પોરબંદર અને કચ્છ બોર્ડર પર સુરક્ષા વધારી દેવાઈ છે. તેમજ જવાનોએ સૌરાષ્ટ્રની દરિયાઇ પટ્ટીથી લઈ જમીન અને વાયુ માર્ગે પાકિસ્તાનને ભરી પીવાની તૈયારીઓ કરી છે. 


આજે મુખ્યમંત્રી રૂપાણીએ જામનગરમાં કહ્યું હતું કે, ગેરપ્રવૃત્તિ કરનારાઓના અડ્ડા નાબૂદ કર્યા છે. ગુજરાતને સવારથી હાઇ એલર્ટ કર્યું છે. આપણો દરિયાકિનારો મોટો છે. ગુજરાત દરેક પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છે. (આ પણ વાંચોઃ સોમનાથ મંદિર પર આતંકી હુમલાનો ખતરો!, પરપ્રાંતિય બોટોના દરિયામાં આંટાફેરા, કોઈ ચેકિંગ નહીં) 

1) 1600 કિલો મીટરના દરિયાકિનારા પર હાઇ એલર્ટ, રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ

સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના 1600 કિલો મીટરના દરિયાકિનારા પર હાઇ એલર્ટ જાહેર કરી દેવાયું છે. અસંખ્ય નિર્જન ટાપુઓ અને આંતરિયાળ કિનારાઓ પર પોલીસની બાજ નજર છે. દરિયાકિનારા પર સુરક્ષા વ્યવસ્થા વધારી રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ શરૂ કરી દેવાયું છે. સ્થાનિક પોલીસે કોઇ પણ શંકાસ્પદ ચીજવસ્તુ કે વ્યક્તિ દેખાય તો તાકીદે પોલીસને જાણ કરવા માટે સુચનાઓ આપી છે. દ્વારકા અને જામનગર દરિયા કિનારાને લઇ જામનગરમાં વિમાનો પણ સ્ટેન્ડ ટૂ હોવાનું સુત્રો જણાવી રહ્યાં છે. તેમજ યુદ્ધ ઉપયોગી વિમાનો જામનગર એરફોર્સ પાસે હોવાનું જાણવા મળી રહ્યું છે.

સૌરાષ્ટ્રના દરિયાના કિનારે આવેલા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ અને રિલાયન્સ રિફાઇનરી પર આંતકીઓની નજર હોવાનું પ્રકાશમાં આવ્યું છે. જેને પગલે આ બન્ને મહત્વપૂર્ણ સ્થળોની સુરક્ષા વધારાઈ છે. સોમનાથ મહાદેવ મંદિર ખાતે એન.એસ.જી.ની ટીમ તૈનાત કરાઈ છે. પાકિસ્તાનથી ગુજરાતમાં ઘૂસવા માટે સૌથી સરળ રસ્તો સૌરાષ્ટ્રનો દરિયા કિનારો હોવાથી ગુપ્તચર રિપોર્ટ મુજબ આ જગ્યાની ચિંતા વધુ છે.  

પોરબંદરનો દરિયા કિનારો આતંકીઓ માટે ગેટવે ઓફ ગુજરાત છે. જેથી અમુક નિર્જન ટાપુ પર સાઇડ પેટ્રોલિંગ વધારી દેવાયું છે. મોટા ભાગની ફિશિંગ બોટનું પણ ચેકિંગ થઇ રહ્યું છે. મરિન કમાન્ડો હાઇ એલર્ટ પર છે. તેની સાથે સાથે નેવી અને એરએન્ક લેવલના વિમાનો કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર છે. આ સિવાય આઇએમબીએલ નજીક માછીમારોને માછીમારી ન કરવા સૂચના અપાઇ છે.

ગીર સોમનાથના એસપી હિતેશ જોઇશરે જણાવ્યું હતું કે, સોમનાથ મંદિર અને આજુબાજુના વિસ્તારોમાં રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ વધારી દેવાયું છે. નેવી, સ્થાનિક પોલીસ સંકલન મજબૂત કરી સુરક્ષામાં વધારો કરી તમામ સોર્સ એક્ટીવેટ કરી દેવાયા છે. હાલ શાંતિપૂર્ણ માહોલ છે. 

દ્વારકા મંદિર પાકિસ્તાનની સરહદ નજીક હોવાથી દ્વારકાને હાઇ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. જેને પગલે ઓખા મરિન પોલીસ, કોસ્ટગાર્ડ, કસ્ટમ તંત્ર સાબદુ થયું છે અને રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ હાઇવે પર વાહનો અને અજાણ્યા શખ્સોની પૂછપરછ કરાઈ રહી છે. લોકોને પણ કોઇ અજાણ્યા વ્યક્તિ કે શંકાસ્પદ હીલચાલ જણાય તો તુરંત પોલીસને જાણ કરવા જણાવ્યું છે. 

 

આ સિવાય પોત પોતાના મત્સ્ય કેન્દ્ર પરથી થતી મૂવમેન્ટ, ડોક્યુમેન્ટ તથા ખલાસીઓને ચેક કર્યા બાદ જ જવા દેવા સૂચના અપાઈ છે. દરેક બોટ માલિકને કોઈ પણ અજાણી બોટ કે અજાણ્યા શખ્સો દેખાય તો તુરંત  જાણ કરવા આદેશ આપ્યો છે.તેમજ અજાણી વ્યક્તિને મદદ ન કરવા અને બોટમાં ન બેસાડવા માટે સૂચના આપી છે. 

સૌરાષ્ટ્રની સાથે સાથે કચ્છ સરહદે પણ સુરક્ષા વધારી દેવાઈ છે. જેને પગલે છેલ્લા પાંચ દિવસથી ડિફેન્સના કાર્યક્રમમાં રાજકોટ આવેલા બીએસએફના જવાનોને શસ્ત્રો સાથે તાત્કાલિક સરહદે બોલાવી લેવાયા છે. 

મોરબીના નવલખી બંદરે પણ પોલીસની સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઇ ગઇ છે. પોલીસ બોટમાં સતત પેટ્રોલિંગ કરી રહી છે. મોરબીના નવલખી બંદરેથી આતંકીઓ ઘૂસે નહીં તે માટે નાઇટ પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું છે. હાઇવે પર પોલીસ તમામ વાહનોનું ચેકિંગ કરી રહી છે.   

2008માં મુંબઇમાં તાજ હોટેલ પર આતંકી હુમલો થયો ત્યારે સૌરાષ્ટ્રના કિનારાનો ઉપયોગ થયો હતો. જેમાં કુબેર નામની બોટમાં હથિયાર સાથે આતંકીઓ સવાર થઇ મુંબઇમાં ઘૂસ્યા હતા અને કોઇને ખબર પણ પડી નહોતી. આ સિવાય દાઉદના મુંબઇમાં દબદબા સમયે મમુમિંયાં જેવા દેશદ્રોહી લોકોએ બ્લાસ્ટ કરવા પોરબંદર પાસે ગોસાબારામાં RDX લેન્ડ કરાવ્યું હતું. તેમજ ગઈકાલે(25 ફેબ્રુઆરી) DivyaBhaskarના વેરાવળ બંદરે શંકાસ્પદ અને પરપ્રાંતિય બોટ આંટાફેરા કરી હોવાના અહેવાલને પગલે ત્યાં પણ સુરક્ષા વધારી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

વધુ વાંચો