તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાજપનાં નેતાઓ બન્યા ભુવા, ધારાસભ્ય બાદ સહકારી આગેવાન માતાજીના માંડવામા ધુણ્યાં, શરીરે સાંકળો મારી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મત માટે નેતાઓ ડાકલાના તાલે  ધુણવા લાગે છે
  • માતાજીના માંડવામાં ઉમેદવારોની હાજરી, મતદારોને રિઝવવા પ્રયાસ 

રાજકોટ:લોકસભાની ચૂંટણીનો પ્રચાર બરોબર તપી રહ્યો છે. નેતાઓના બોલબચ્ચને માજા મુકી છે. ત્યારે ઉમેદવારો અને નેતાઓ મતદારોને રિઝવવા પ્રયાસો કરી રહ્યાં છે. રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર મોહન કુંડારીયા હવે રોજ રાત્રે ગામડાઓમાં થતા માતાજીના માંડવામાં હાજરી આપે છે એટલું જ નહીં તેની સાથે રહેલા ભાજપના ધારાસભ્ય અને નેતાઓ માતાજીના માંડવામાં ધુણવા લાગે છે અને શરીરે સાંકળ મારવા લાગે છે.ગઇકાલે મોહન કુંડારીયા સાથે રાજકોટના ધારાસભ્ય અરવિંદ રૈયાણી એક માંડવામાં ગયા હતા અને શરીરે સાંકળ મારતા હોય તેવી વીડિયો વાયરલ થયો હતો. ત્યાં આજે ફરી ભાજપના સહકારી આગેવાન બાબુભાઇ નસિત માતાજીના માંડવામાં સાકળ મારી ધુણતા નજરે પડ્યાં હતા.

ધુણીને પ્રચાર કરવાનો નવો નુસખો કે પછી મતદારોને રિઝવવા પ્રયાસ
રાજકોટ બેઠક પર ભાજપના એક પછી એક નેતાઓ માતાજીના માંડવામાં ધુણતા હોય તેવા વીડિયો વાયરલ થઇ રહ્યાં છે આ એક પ્રકારનો પ્રયાર છે કે પછી માતાજીના ભક્તોને મત માટે રિઝવવાનો પ્રયાસ થઇ રહ્યો છે. લોઠડા ગામે માતજીનો માંડવો ચાલતો હતો. ત્યા ભાજપના સહકારી આગેવાન બાબુભાઇ નસીત અને ઉમેદવાર મોહન કુંડારીયા પહોચ્યા હતા અને માંડવામાં ડાકલાનાં તાલે બાબુભાઇ ધુણવા લાગ્યા અને પોતાના શરીરે સાંકળો મારી હતી. જે વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે.

મોહન કુંડારીયા આ પહેલા પણ બાળકોની પીઠ પર ચાલ્યા હતા
ગત લોકસભામાં પણ મોહન કુંડારીયા બાળકોની પીઠ પર ચાલ્યા હતાં. તે વિડીયો વાયરલ થતા ભારે વિવાદ થયો હતો. ત્યારે આ વખતે અંધશ્રધ્ધા કે સાચી ભક્તિનાં માર્ગે તે સવાલ છે. માતાજીના માંડવામા જઇ સાથી મિત્રો ધુણવા લાગે છે અને એક પછી એક વિડીયો વાયલર થઇ રહ્યાં છે. આવા વીડિયોને લઇ મોહન કુંડારીયા ફરી વિવાદમાં આવે તો નવાઇ નહીં.