તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટમાં સમાધાન બાબતે માથાકુટ થતાં મિત્રએ 4 છરીના ઘા ઝીંકી મિત્રની હત્યા કરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મૃતક ભુપત બોળીયા - Divya Bhaskar
મૃતક ભુપત બોળીયા
  • નજીવી બાબતે માથાકુટ થતાં હત્યા કરાઈ
  • થોરાડા પોલીસે વધુ તપાસ હાથ ધરી
રાજકોટ: શિવાજીનગરમાં મુસ્લિમ શખ્સ અને તેના 2 સાગરિતોએ છરીના ઘા ઝીંકી ભરવાડ યુવાનની હત્યા કરી છે. કોળી યુવાન અને મુસ્લિમ યુવાન વચ્ચે ચાલતાં ઝઘડામાં સમાધાન માટે ગયેલા નિર્દોષ યુવાનની હત્યા કરતાં ચકચાર મચી ગઈ છે. હાલ તો થોરાડા પોલીસે સમગ્ર મામલે હત્યારા વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

1) 4 છરીના ઘા ઝીંકી મિત્રની હત્યા કરી

રાજકોટના થોરાળા પોલીસ સ્ટેશન સામે  રહેતો અને છુટક મજુરી કામ કરતો ભૂપત બોરીયાની શિવાજીનગરમાં સરાજાહેર હત્યા કરવામાં આવી છે. ભુપત બોરીયાના 2 મિત્રો રાહુલ અને રોહિત વચ્ચે મોડી રાત્રે ઉગ્ર ઝઘડો થયો હતો. જેનુ સમાધાન કરવા માટે ભૂપત બોરીયાને શિવાજીનગરમાં બોલાવ્યો હતો. જે દરમિયાન મામલો ઉગ્ર બનતાં અસ્લમ પઠાણ અને તેના 2 સાગરિતોએ ભુપતને 4 છરીના ઘા ઝીંકી દીધા હતાં. 3 પેટના ભાગે અને 1 સાથળના ભાગે છરી મારી હતી. જેમાં યુવાનનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. ઘટના બાદ અસ્લમ અને તેના સાગરિતો નાસી ગયા હતા. જે બાદ વહેલી સવારે આસપાસના લોકોને ઘટનાની જાણ થઈ હતી. જેથી સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. હાલ પોલીસે આરોપીઓ વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.