તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટમાં 1600 પોલીસ જવાન અને હોમગાર્ડેનું પોસ્ટલ બેલેટથી મતદાન શરૂ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ દિવસમાં કુલ 1600 કર્મચારીઓ મતદાન કરશે

રાજકોટ:પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓના પોસ્ટલ બેલેટથી મતદાનનો કાર્યક્રમ શરૂ થઈ ગયો છે. આજે તાલીમ ભવન,પોલીસ હેડ ક્વાર્ટર ખાતે સાંજે 5 વાગ્યા સુધી મતદાન કરી શકાશે. રાજકોટ શહેર પોલીસ કમિશ્નર કચેરી,રાજકોટ હેડ ક્વાર્ટરનો સ્ટાફ તથા રાજકોટ શહેરના તમામ પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટાફ અને જિલ્લા હોમગાર્ડ કચેરીના તમામ હોમગાર્ડ મતદાન કરશે. કુલ ત્રણ દિવસમાં 1600 કર્મચારીઓ મતદાન કરશે.

ત્રણ દિવસ સુધી મતદાન ચાલશે:14 તારીખે સવારે 10 વાગ્યાથી 5 વાગ્યા સુધી પોલીસ હેડ ક્વાર્ટર રાજકોટ ગ્રામ્ય મવડી ખાતે મતદાન કરવામાં આવશે.રાજકોટ સંસદીય મતવિસ્તાર (68થી 72 વિધાનસભા મતવિસ્તાર)માં સમાવિષ્ટ તમામ પોલીસ સ્ટાફ તથા પોલીસ અધિક્ષક કચેરી અને રાજકોટ ગ્રામ્યનો સ્ટાફ મતદાન કરશે. જ્યારે 15મી તારીખે સવારે 10થી સાંજે 5 સુધી  SRP કેમ્પનો તમામ સ્ટાફ મતદાન કરશે.