વધામણા / મોરબીના જાંબુડીયામાં પૈસાના ઢગલા પર સૂવડાવી દિકરી જન્મના વધામણા કર્યા

Divyabhaskar.com | Updated - Apr 15, 2019, 01:16 PM
IN MORBI Father-spread-currency-notes-for-daughter-birth-

  • 2000 રૂપિયા સુધીની ચલણી નોટો પાથરીને દીકરીને તેના પર સૂવડાવી

મોરબી:ગુજરાતમાં દીકરાઓની સરખામણીમાં દીકરીઓનું પ્રમાણ ઘણુ ઓછુ છે. ત્યાં ગુજરાતના કેટલાક એવા પણ પરિવારો છે કે જે દીકરી જન્મના વધામણા કરે છે. મોરબીના જાંબુડીયામાં રામાનુજ પરિવારના ઘરે દીકરીનો જન્મ થતાં અનોખી ઉજવણી કરવામાં આવી હતી. પૈસાના ઢગલા પર સૂવડાવી દિકરી જન્મના વધામણા કરવામાં આવ્યા હતા.

અનોખી ઉજવણી કરવામાં આવી:જાંબુડીયા ગામે રહેતા હરેશભાઈ રામાનુજ તથા તેમની પત્ની ડિમ્પલબેને ઘરે દીકરીનો જન્મ થતા તેને ચલણી નોટો પર સુવડાવી હતી. તેમણે 50 રૂપિયાથી લઈને 2000 રૂપિયા સુધીની ચલણી નોટો પાથરીને દીકરીને તેના પર સૂવડાવી હતી. ડિમ્મપલબેન અને હરેશભાઈના જણાવ્યા અનુસાર દીકરીનો જન્મ થતાં ખુબ ખુશ થયા હતા. માટે આ અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.

X
IN MORBI Father-spread-currency-notes-for-daughter-birth-
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App