પહેલ / ઉપલેટાના લાઠમાં મહિલા સરપંચ ગામમાં દીકરીનો જન્મ થાય તો રૂ.1111ની ભેટ આપશે

Divyabhaskar.com | Updated - Mar 15, 2019, 11:30 AM
મહિલા સરપંચ રશ્મિતાબા ચુડાસમા
મહિલા સરપંચ રશ્મિતાબા ચુડાસમા

  • બેટી બચાવો-બેટી વધાવો સૂત્રને સમર્થન આપ્યું

રાજકોટ: ઉપલેટાના તાલુકામાં 2500ની વસ્તી ધરાવતા નાના એવા લાઠ ગામનાં મહિલા સરપંચે પોતાના જન્મ દિવસે ગામમાં એવી જાહેરાત કરી હતી, કે ગામમાં જો દિકરીનો જન્મ થાય તો તેમને રૂ.1111ની ભેટ આપવામાં આવશે. મહિલા સરપંચે બેટી બચાવો-બેટી વધાવો સૂત્રને સાર્થક બનાવા માટે પ્રેરણા રૂપી અનોખી પહેલ કરી હતી.

મહિલા સરપંચે અનોખી પહેલ કરી:મહિલા સરપંચ રશ્મિતાબા ચુડાસમા એ તાલુકામાં સૌ પ્રથમ નાના એવાં લાઠ ગામમાં તેમનાં જન્મ દિવસનાં રોજ એવી પ્રેરણા રૂપી જાહેરાત કરી છે કે ગામમાં કોઇપણ સમાજમાં દીકરીનો જન્મ થશે તો વધામણાં સ્વરૂપે રૂ.1111 ભેટ રૂપી આપવામાં આવશે તેવી જાહેરાત કરતા ગ્રામજનોએ આ અનોખી પહેલ ને વધાવી લીધી હતી. આ બારામાં મહિલા સરપંચ રશ્મિતાબા ચુડાસમા ને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે દીકરીના જન્મને વધાવવા માટે મને અને મારા પરિવારને સારો વિચાર આવ્યો હતો ત્યારે મારા પતિ એ પણ મને સહયોગ આપતાં મારુ મનોબળ વધી ગયું હતું તેથી મે મારા જન્મ દિવસનાં રોજ ગામમાં જાહેરાત કરી હતી.

X
મહિલા સરપંચ રશ્મિતાબા ચુડાસમામહિલા સરપંચ રશ્મિતાબા ચુડાસમા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App