તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચૂંટણી ટાણે ભાજપને લાભ થાય તેવી સરકારી અધિકારીની પ્રેસનોટ, 'હાઉ ઈઝ ધ જોશ' લખીને સર્જિકલ સ્ટ્રાઈકનો ઉલ્લેખ!

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • હાઉ ઈઝ ધ જોશ, સખી મતદાન મથકની સ્ટોરીમાં સર્જિકલ સ્ટ્રાઇકનો ઉલ્લેખ!
  • ચૂંટણીનાં સમયમાં ભાજપને લાભ થાય તેવી સરકારી અધિકારીની પ્રેસનોટ

રાજકોટ:લોકસભાની ચૂંટણીમાં સર્જિકલ સ્ટ્રાઇક કે એરસ્ટ્રાઇકનો ઉલ્લેખ ન કરવો તેવો ચૂંટણીપંચનો આદેશ છે. આવો આદેશ આપવા પાછળનું કારણ તેનો લાભ ભાજપ સરકારને ન મળે તે હતો, પરંતુ ખુદ માહિતી ખાતાના અધિકારીઓએ જાહેર કરેલી પ્રેસનોટમાં સર્જિકલ સ્ટ્રાઇકનો ઉલ્લેખ કરી ભાજપને લાભ કરાવવા પ્રયાસ કર્યો છે. સખી મતદાન મથકની સ્ટોરીમાં હાઉ ઈઝ ધ જોશથી શરૂઆત કરવામાં આવી છે. 

મતદાન મથકની સ્ટોરીમાં સર્જિકલ સ્ટ્રાઇકનો ઉલ્લેખ!::રાજકોટના માહિતી ખાતાના સહાયક માહિતી નિયામક સોનલ જોષીપુરાએ જાહેર કરેલી પ્રેસનોટમાં 'હાઉ ઈઝ ધ જોશ-લેડીઝ!' દેશદાઝથી ભરપૂર મૂવી- 'ઉરી-ધ સર્જિકલ સ્ટ્રાઇક'નો આ પ્રખ્યાત સંવાદ રાજકોટની માનુનીઓએ પૂરા જોશથી આવનારી લોકસભા સામાન્ય ચૂંટણી-2019ના સંદર્ભમાં સાર્થક કરી બતાવવાનો નિર્ણય કરી લીધો છે. સખી મતદાન મથક અંગે જાહેર કરેલી આ યાદીમાં ભાજપને લાભ થાય તે પ્રકારના શબ્દનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે. ચૂંટણીપંચે સર્જિકલ સ્ટ્રાઇક અને એરસ્ટ્રાકનો ચૂંટણી પ્રચારમાં ઉપયોગ ન કરવા આદેશ આપ્યો છે. કોંગ્રેસની ચૂંટણીપંચને રજૂઆત બાદ આ પ્રકારનો આદેશ કરવામાં આવ્યો હતો. ત્યારે ખુદ સરકારી અધિકારીએ જાહેર કરેલી યાદીમાં ભાજપને લાભ થાય તેવા શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે.