તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જીવીશું તો દેશ માટે અને મરીશું તો પણ દેશ માટે, ગુજરાતમાં સૈનિક શાળાઓ સ્થપાશે: રૂપાણી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રૈયા ઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું - Divya Bhaskar
રૈયા ઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું
  • રાજકોટમાં રૂ.504 કરોડના વિકાસ કામોને લીલીઝંડી
  • હુમલાથી દેશ આખામાં ગુસ્સો છે અને લોકોમાં આક્રોશ   
રાજકોટ: જીનિયસ ગ્રૂપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા રેસકોર્સમાં ચાર દિવસીય ડિફેન્સ યુથ ફિએસ્ટાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું વિજય રૂપાણીએ ઉદઘાટન કર્યું હતું. વિજય રૂપાણી સહિત ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ત્રણેય પાંખના અધિકારીઓ હાજર રહ્યા હતા. રૂપાણી જણાવ્યું હતું કે, જીવીશું તો દેશ માટે અને મરીશું તો પણ દેશ માટે. ગુજરાતમાં સૈનિક શાળાઓ સ્થાપવામાં આવશે. જે સંસ્થાઓ સૈનિક શાળાઓ માટે મંજૂરી માંગે તેને સરકાર મંજૂરીઓ આપવા તૈયાર છે. રૈયા ચોકડી ઓવર બ્રિજનું લોકાર્પણ કર્યા બાદ રૂપાણીએ શહીદ અમર જવાન બ્રિજના નામની જાહેરાત કરી હતી. આ અંગે રાજકોટના લોકોએ સોશિયલ મીડિયામાં બ્રિજનું નામ શહીદ બ્રિજ રાખવા અભિયાન ચાલાવ્યું હતું.

1) શહીદોને શ્રદ્ધાંજલિ આપી

ડિફેન્સ યુથ ફિએસ્ટામાં વિજય રૂપાણી સહિત ઉપસ્થિત દરેક લોકોએ બે મિનિટનું મૌન પાળી શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. બાદમાં જણાવ્યું હતું કે, પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા બાદ આ ડિફેન્સ યુથ ફિએસ્ટા મોટો અવસર છે.  હુમલાથી દેશ આખામાં ગુસ્સો છે અને લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ગુજરાતના સરહદી વિસ્તારને એલર્ટ આપી દેવામાં આવ્યું છે. જેના માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરાઇ છે. વિજય રૂપાણીએ ડિફેન્સ યુથ ફિએસ્ટામાં વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલી પરેડને નિહાળી હતી અને બાળકોએ બનાવેલા 500 જેટલા પ્રોજેક્ટ નિહાળ્યા હતા.

યુવાનો અને સ્કૂલના વિદ્યાર્થીઓને હવાઇ સેના, જમીન સેના, દરિયાઇ સેના કંઇ રીતે કાર્ય કરે તે જોવા અને જાણવા મળે તે માટે ‘નો યોર ડિફેન્સ ફોર્સ’ થીમ પર આગામી 24 થી 27મી ફેબ્રુઆરી સુધી ‘ડિફેન્સ યૂથ ફિએસ્ટા-2019’નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્કૂલના બાળકોએ આર્મી અને બોર્ડરના પ્રોજેક્ટ બનાવ્યા છે. ડિફેન્સ યુથ ફિએસ્ટામાં ટૂરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લી.ના સહયોગથી વિવિધ પ્રોજેક્ટો દ્વારા મુલાકાતીઓને આર્મી કંઇ રીતે કામ કરે છે તે જોવા અને જાણવા મળશે. તેમજ દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમ ઉપરાંત વાઘા બોર્ડર પરેડ રેપ્લિકા, નાડા બેટ પ્રદર્શન, નેવી દ્વારા મશાલમાર્ચ, નેવીની ત્રણેય સૈન્ય પાંખો દ્વારા વિવિધ શસ્ત્રોનો લાઇવ ડેમોન્સ્ટ્રેશન અને પ્રદર્શન તથા બીએસએફ દ્વારા મોકડ્રીલ અને ભાંગડા જેવા આકર્ષણો પણ અહીં લાવવા આયોજન કરવામાં આવ્યું છે.

-વાઘા બોર્ડર પરેડ માટે બાળકોને ખાસ તાલીમ અપાઇ -નાડા બેટ પ્રદર્શન, ઇન્ડિયન નેવી દ્વારા મશાલમાર્ચ, નેવી બેન્ડ, અમર જવાન જ્યોતની પ્રતિકૃતિ, ડિફેન્સ શસ્ત્રો અને હથિયારોનું પ્રદર્શન, એક્સપર્ટ સેશન -દેશભક્તિના વિષય પર સાંસ્કૃતિક કાર્યક્રમો, એનસીસી પરેડ -24મી ફેબ્રુઆરીએ સ્વનિર્ભર શાળાના 25000 વિદ્યાર્થીઓ દ્વારા પરાક્રમ રેલી -વિવિધ વિષયો પર ક્વિઝ પ્રેઝન્ટેશન અને જુદી-જુદી હરિફાઇનું આયોજન -નેશનલ ડિફેન્સ કોન્ફરન્સ, સૈન્ય દ્વારા ટેસ્ટ ફાયરિંગનું નિર્દેશન -વિદ્યાર્થીઓએ તૈયાર કરેલા 500 જેટલા પ્રોજેક્ટ

રૂપાણીએ 3 વાગે 150 ફુટ રિંગ રોડ ખાતેના સ્ટર્લિંગ હોસ્પિટલની બાજુના મેદાન ખાતે રાજકોટ મહાનગરપાલિકા, રાજકોટ શહેરી સત્તામંડળ, રાજકોટ પોલીસ અને દિનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે યોજાનાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ અન્વયે રાજકોટ મહાનગરપાલિકાના 35.22 કરોડના ખર્ચે રૈયા ચોકડીએ નિર્માણ થયેલા ફ્લાય ઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું હતું. નાગરિક બેંકથી નાણાવટી ચોક સુધી 622 મીટર લાંબા ઓવરબ્રિજથી ટ્રાફિસ સમસ્યાનો હલ થશે. રૂ. 41.50 કરોડના ખર્ચે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ વોર્ડ નં-4 ડીમાર્ટ પાછળના નિર્મિત 616 આવાસોનું, સિવિલ હોસ્પીટલ ખાતે નવનિર્મિત રેનબસેરાનું લોકાર્પણ તથા રૂ.2.82 કરોડના ખર્ચે 14 ક્યુબીક મીટર કેપેસીટીના 10 નંગ ડમ્પરનું લોકાર્પણ કર્યું હતું.

 

 

જ્યારે 151 કરોડના ખર્ચે તૈયાર થનાર માસ્ટર સિસ્ટમ ઇન્ટિગેશનનું શુભારંભ, રૂ.5.81 કરોડના ખર્ચે તૈયાર થનાર સ્માર્ટ સિટી નોન-મોટરાઇઝડ ટ્રાન્સપોર્ટનો શુભારંભ, રૂ. 6 કરોડના ખર્ચે તૈયાર થનાર સ્માર્ટ સિટી લેઇક 2 અને 3નું ખાતમુહુર્ત, રૂ. 29.50 કરોડના ખર્ચે થનારા અમૃત યોજના હેઠળના ડ્રેનેજ, ડી.આઇ. પાઇપલાઇન, ગાર્ડન ડેવલપમેન્ટ કામોનું ખાતમુહુર્ત, રૂ.15.20 કરોડના ખર્ચે તૈયાર થનાર આજી રિવર રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત સીવરેજ લાઇનનું તથા ઇસ્ટ ઝોન લાયબ્રેરીનું ખાતમુહૂર્ત કર્યું હતું. રૈયાધાર ખાતે રૂ. 1.71 કરોડના ખર્ચે તૈયાર મોર્ડન ટ્રાન્સફર સ્ટેશનનું એકસ્ટેન્શનનું ખાતમુહૂર્ત કર્યું હતું.   

આ ઉપરાંત રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના કાલાવડ રોડ ખાતે રૂ. 5.29 કરોડના ખર્ચે રોડના 6 લેન વાઇડનીંગ એન્ડ સ્ટ્રેનધનીંગ કામનું લોકાર્પણ, ખરેડી-મગરવાડા અને ખરેડી-ગુંદા ગામોને જોડતા રસ્તાઓનું રૂ. 2.81 કરોડના ખર્ચે થયેલ ડામરકામનું લોકાર્પણ, રૂડા વિસ્તારના વેસ્ટઝોનના વિવિધ રોડ પર રૂ. 2.07 કરોડના ખર્ચે થયેલ ડામર અને નવિનીકરણના કામનું લોકાર્પણ, 25.91 કરોડના ખર્ચે થનાર રીંગરોડ-2 ફેઝ-3 (ગોંડલ હાઇવે પારડી ગામથી કાળીપાટ ગામ 9.25 મીટર પહોળાઇમાં 10.6 કિ.મી.ના) રસ્તાનું ખાતમુહુર્ત, આણંદપર ગામે જુદા જુદા 3.7 કી.મી. લંબાઇના રસ્તાઓ ડેવલપમેન્ટ કરવાના રૂ. 4.61 કરોડના કામોનું ખાતમૂહૂર્ત કર્યું હતું.

રાજકોટના દોઢ લાખ સહિત રાજ્યના 42.47 લાખ ખેડૂતોને સન્માન નિધિ પેટે રૂ. 2 હજારનો પ્રથમ હપ્તો ચૂકવવામાં આવી રહ્યો છે. રાજકોટ જિલ્લાના મોવિયા ગામના ખેડૂતના ખાતામાં સર્વ પ્રથમ રૂ. 2 હજારનો હપ્તો ચૂકવાયો હતો. સૌરાષ્ટ્રના 11 જિલ્લાના 9.47 લાખ ખેડૂતોને લાભ મળશે. કેન્દ્રીય બજેટમાં જાહેર કરવામાં આવેલી પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનાનો આજ રવિવારે  વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ઉત્તરપ્રદેશના ગોરખપુરથી પ્રારંભ કરાવ્યો તેની સાથે જ ગુજરાતમાં આ યોજનાનો રાજકોટ ખાતેથી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં શુભારંભ થયો છે. રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા હેમુ ગઢવી હોલમાં યોજવામાં આવેલા કાર્યક્રમમાં આત્મ યોજના સાથે જોડાયેલી મહિલા ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. કાર્યક્રમમાં સર્વ પ્રથમ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના રેડિયો કાર્યક્રમ મન કી બાતનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

વધુ વાંચો