તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોંડલમાં પૌત્રને US જવું હોય દાદા-દાદીની મૃત્યુ પહેલા અંતિમવિધિ કરવામાં આવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મંદિરોના દર્શન, લોકડાયરો, હવન, ભોજન સમારંભ સહિતના કાર્યક્રમો યોજાયા
ગોંડલ: ગોંડલના દેરડી(કુંભાજી) ગામના પરસોતમભાઈ ઘુસાભાઈ ખાતરા અને તેમના ધર્મપત્ની શાંતાબેન 90 વર્ષની ઉંમર પાર કરી ચૂક્યા છે. તેમને સંતાનમાં 2 પુત્રો અને 2 પુત્રી છે. જેમાંના મોટા પુત્ર ચંદુભાઈના પુત્ર મિતેશભાઈ ખાતરા મલેશીયા રહે છે અને આગામી દિવસોમાં અમેરીકામાં વસવાટ કરવા જઈ રહ્યાં છે ત્યારે સંયુક્ત પરિવારમાં રહેતા વયોવૃદ્ધ દાદા-દાદીના મૃત્યુ પહેલા અંતિમવિધિ કરી જીવતાં જગતીયુ કર્યું હતું.

1) ગામમાં પ્રથમ વખત જીવતા જગતીયું થયું

પરસોતમભાઈ અને શાંતાબેન ખાતરા આજે તેમની ચોથી પેઢી જોઈ રહ્યાં છે. ત્યારે તેમના એનઆરઆઈ પૌત્રે કરેલ જીવતા જગતીયાને લઈને બે દિવસના યોજાયેલ કાર્યક્રમમાં શોભાયાત્રા સાથે ગામના દરેક મંદિરોના દર્શન, લોકડાયરો, હવન, ભોજન સમારંભ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. લોક ડાયરામા દેશભક્તિ ગીતો સાથે શહીદોને શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી.  બીજી તરફ લોકડાયરામાં એકઠી થયેલ રકમ ગાયોના ઘાસચારા માટે દાન કરવામાં આવી હતી. નાના એવા દેરડી કુંભાજી ગામે પ્રથમ વખત યોજાયેલ જીવતા જગતીયાનો ઉત્સવ સમાજને પ્રેરણા આપતો પણ બન્યો હતો. 

(તસવીરો: હિમાંશુ પુરોહિત, ગોંડલ)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો