તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુંબઈમાં રહેતી ગોંડલની પલકે પોપ્યુલર ક્વીન ઓફ યુનિવર્સનું ટાઈટલ જીત્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પલકને બે એવોર્ડથી  સન્માનિત કરવામાં આવી

રાજકોટ:મુંબઈના લોખંડવાલા ગ્રાઉન્ડમાં 31 માર્ચ 2019ના રોજ પોપ્યુલર ક્વીન ઓફ યુનિવર્સનો કોન્ટેસ્ટ યોજાયો હતો. જેમાં આખા દેશમાંથી 15 સ્પર્ધકે ભાગ લીધો હતો. જેમાં મૂળ ગોંડલના અને હાલ મુંબઈ રહેતી પલક રવેશિયાએ પોપ્યુલર ક્વીન ઓફ યુનિવર્સનું ટાઈટલ જીત્યું હતું. આ સ્પર્ધામાં પલક રવેશિયાનું સ્ટાઈલિંગ રાજકોટના ફેશન ડિઝાઈનર પ્રિયંકા ડામોરે કર્યું હતું. આ ઉપરાંત પલકને બે એવોર્ડથી પણ સન્માનિત કરાઇ છે. જેમાં એક મહાનગર ગ્લોબલ એચિવર્સ એવોર્ડ 2019 અપાયો હતો અને બીજો નારી શક્તિ સન્માન એવોર્ડ પણ અપાયો હતો. આ સિદ્ધિ બદલ પલક તેના પરિવાર, મિત્રો અને સંબંધીઓનો અભાર વ્યક્ત કરે છે. પલકને 2017માં 27 સ્પર્ધકોમાંથી આઇવા ઇન્ડિયા સેકન્ડ રનરઅપનું ક્રાઉન જીત્યું હતું. 2018માં સિંગાપોરમાં યોજાયેલા એશિયા પેસિફિક કોન્ટેસ્ટમાં પણ તેમને એવોર્ડ મળ્યો છે.