તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધોરાજીની નિપા અને ગોંડલની દેવાંગીને 'ગ્લેમ બીસ એવોર્ડ'માં શિલ્પા શેટ્ટીનાં હાથે એવોર્ડ એનાયત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નિપા અંટાળા અને દેવાંગી ધોળકિયા - Divya Bhaskar
નિપા અંટાળા અને દેવાંગી ધોળકિયા
  • બેસ્ટ મેકઅપ આર્ટિસ્ટનો એવોર્ડ નિપા અંટાળા અને દેવાંગી ધોળકિયાને મળ્યો

રાજકોટ:સુરતમાં આયોજીત 'ગ્લેમ બીસ એવોર્ડ'માં શિલ્પા શેટ્ટીના હાથે  ધોરાજીની નિપા અંટાળા અને ગોંડલની દેવાંગી ધોળકિયાએ એવોર્ડ મળ્યો છે. નિરંકાર એક્ઝિબિશન દ્વારા સુરત ખાતે ઓલ ગુજરાત કોમ્પિટીશનનું આયોજન કરાયું હતું. આ બ્યુટી પાર્લરની કોમ્પિટિશનમાં દેવાંગી ધોળકીયા દ્વારા એક અને નિપા અંટાળા દ્વારા એક દુલ્હન તૈયાર કરવામાં આવી હતી. જેમાં બેસ્ટ મેકઅપ આર્ટિસ્ટનો એવોર્ડ નિપા અંટાળા અને દેવાંગી ધોળકિયાને મળ્યો હતો. આ એવોર્ડ બોલીવુડ હિરોઇન શિલ્પા શેટ્ટીના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો. આ કોમ્પિટિશનમાં 99 જેટલા પ્રતિયોગીઓએ ભાગ લીધો હતો. 

બંને યુવતીઓએ સૌરાષ્ટ્રનું નામ રોશન કર્યું: ગોંડલની યુવતી દેવાંગી ધોળકીયા એ બીબીએ સુધીનો અભ્યાસ કરી જીપીએસસીની તૈયારીઓ પણ કરી હતી એ ઉપરાંત તેઓને મેકઅપ આર્ટિસ્ટ બનાવવાનો પણ શોખ હતો. ત્યારે આ એવોર્ડ મેળવતા પરિવારે ગૌરવ અનુભવ્યો હતો. દેવાંગીના પિતા ફર્નિચરનાં વ્યવસાય સાથે જોડાયેલા છે. જ્યારે માતા ગોંડલમાં બ્યુટીપાર્લર ચલાવી રહ્યા છેં. દેવાંગી એ આગામી દિવસોમાં સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ બનવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ધોરાજીની નિપા અંટાળાએ જણાવ્યું હતું કે મને ગર્વ છે કે હું મારા સપનાને પુરૂ કરવાની સાથે રાજ્ય તેમજ જિલ્લા સાથે મારા ગામ ધોરાજીનું નામ પણ રોશન કર્યું છે.