લોકસભા ચૂંટણી / આચારસંહિતા લાગુ પડતા જ રાજકોટની સોની બજારમાં સોંપો, રોજનું 10 કરોડ ટર્નઓવર ઘટી ગયું

DivyaBhaskar.com

Mar 15, 2019, 11:10 AM IST
પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર
X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર

  • રાજકોટની સોનીબજારમાં રોજનું 100 કિલો સોનું દાગીના બનાવવા માટે આવે છે 
  • આવકવેરાથી બચવા માટે વેપારીઓ ધંધો જતો કરવા તૈયાર છે પણ સાહસ લેવા તૈયાર નથી 
     

રાજકોટ: લોકસભાની ચૂંટણીની આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. પરિણામે 10 લાખ કે 1 કિલો સોનાની ગેરકાયદેસર હેરફેર પર આવકવેરાની બાજ નજર છે. ચૂંટણીની આચારસંહિતાની અસર બજારમાં દેખાવાની શરૂ થઈ ગઈ છે. આચારસંહિતા લાગુ પડતાની સાથે જ સોનીબજારમાં સોંપો પડી ગયો છે. રાજકોટ એ સોના ચાંદીનું હબ ગણાય છે. અહીં સામાન્ય વ્યક્તિથી લઈને સેલીબ્રિટીના સોના ચાંદીના ઘરેણા, ટ્રોફી વગેરે બને છે. એકલા માત્ર રાજકોટની સોની બજારનું દૈનિક ટર્ન ઓવર રૂ.30 કરોડથી વધારે છે .અહીં રોજ 100 કિલો ગ્રામ સોનું રાજકોટની માર્કેટમાં આવે છે. જેમાંથી સોના ચાંદીના દાગીના અને ઝવેરાત બનીને તે મોકલવામાં આવે છે. જ્યારથી આચારસંહિતા લાગુ પડી છે ત્યારથી રોજનું રૂ.10 કરોડનું ટર્ન ઓવર ઘટી ગયું છે. વેપારીઓ કોઈ જાતનું સાહસ લેવા માંગતા નથી. આવકવેરાની ઝપટમાં ના ચડી જવાય એ માટે વેપારીઓ ઘંધો જતો કરવા માટે તૈયાર છે પણ સાહસ લેવા તૈયાર નથી. 

વિધાનસભાની ચૂંટણી સમયે પકડાયેલા પાર્સલ છોડાવવા વેપારીઓ હજુ ધક્કા ખાય છે

1.વિધાનસભાની ચૂંટણી સમયે આચારસંહિતા લાગુ થયા બાદ 27 કિલો સોનું મુંબઈથી રાજકોટની ફ્લાઈટમાં આવતાની સાથે જ પકડી લેવામાં આવ્યું હતું. જેમાં કુલ 40 વેપારીઓના પાર્સલ હતા. જે પૈકી માત્ર 7 જ વેપારીના પાર્સલ છોડવામાં આવ્યા છે. બાકીના વેપારીઓ પોતાનું પાર્સલ છોડાવવા માટે હજુ ધક્કા ખાય છે તો લોકસભાની ચૂંટણીની આચારસંહિતા લાગુ પડ્યાના બીજા જ દિવસે મુંબઈથી ડીબીસી લોજિસ્ટીક નામની કુરિયર કંપનીમાં ફરી 30 વેપારીઓનું સોનું પાર્સલ આવ્યું હતું. આઈટીની ફ્લાઈંગ સ્ક્વોડ ટીમે તે કબ્જે કરી લીધું હતું. બાદમાં જે વેપારીઓના પાર્સલ હતા તેઓએ આધાર પુરાવા રજૂ કર્યા હતા. જે કાયદેસર જણાતા સોનું 24 કલાકમાં જ રિલીઝ કરી દેવામાં આવ્યું હતું. 
રોટેશન ઠપ્પ થઇ ગયું, પેમેન્ટ બધાના અટકી ગયા
2.આચારસંહિતા લાગુ પડ્યા બાદ બજારનું આખેઆખું રોટેશન ઠપ્પ થઇ ગયું છે. દરેકના પેમેન્ટ અટકી ગયા છે. ઉપરથી આવક જ ઘટી ગઇ છે. જેને કારણે ડિમાન્ડ પૂરી કરી શકાતી નથી અને તેની અસર ક્યાંકને ક્યાંક ભાવ પર પણ જોવા મળે તો નવાઈ નહીં. બજારમાં રોકડની લીક્વીડીટી ઘટી ગઈ છે. લોકો ખરીદી કરવા આવે છે પણ નોંધપાત્ર નથી કરતા. માત્ર શુકન પૂરતી જ કરીને સંતોષ માને છે- જગદીશભાઈ પાટડીયા-પ્રમુખ જેમ્સ એન્ડ જવેલરી એસો. રાજકોટ 
આચારસંહિતાના નામે ખોટી હેરાનગતિ થાય તો 1950 નંબર પર હેલ્પ મળશે
3.આચારસંહિતાના નામે ક્યારેક વેપારીઓની ખોટી હેરાનગતિ કરવામાં આવે છે. ત્યારે આવનાર દિવસોમાં કોઈ વેપારીઓ હેરાન ના થાય એ માટે રાજકોટ જેમ્સ અને જ્વેલરી એસો. આ સંદર્ભમાં કલેક્ટરને રજૂઆત કરી હતી. કલેક્ટરે પણ સોની વેપારીઓને હકરાત્મક ખાત્રી આપી હતી. અને આ માટે 1950 હેલ્પ લાઈન નંબર પણ આપ્યો છે. જો ખોટી હેરાનગતી કરવામાં આવે તો આ નંબર પર સંપર્ક કરવાથી હેલ્પ મળશે. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી