તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સૌરાષ્ટ્રની સૌથી રાજકોટની જિ.પં. ભાજપ તોડશે, બહુમતિ માટે એક જ સભ્ય ખૂટે છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ જિલ્લા પંચાયતની ફાઇલ તસવીર - Divya Bhaskar
રાજકોટ જિલ્લા પંચાયતની ફાઇલ તસવીર
  • વધુ બે સભ્યો બાલુભાઈ અને શિલ્પાબેને પક્ષપલ્ટો કરતા શાસક-વિપક્ષ બન્નેનું સંખ્યાબળ 18-18 થયું
  • ચૂંટણી પછી 24 સભ્યોનું સંખ્યાબળ કરીને અવિશ્વાસ દરખાસ્ત મુકવાની ગણતરી

રાજકોટ: સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી રાજકોટ જિલ્લા પંચાયતના કોંગ્રેસના વધુ બે સભ્યો મોટી મારડના શિલ્પાબેન મારવાણીયા અને મોટી પાનેલીના બાલુભાઈ વિંઝુડા ગઈકાલે મુખ્યમંત્રીની હાજરીમાં વિધિવત રીતે ભાજપમાં જોડાતા કોંગ્રેસને વધુ એક ફટકો લાગ્યો છે. અત્યારની સ્થિતિએ પંચાયતમાં ભાજપ-કોંગ્રેસ બન્નેના 18-18 સભ્યો થઈ ગયા છે. ભાજપને બહુમતી માટે એક સભ્ય ખૂટે છે જ્યારે કોંગ્રેસ આંકડાકીય રીતે લઘુમતીમાં આવી ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. ખૂટતા 6 સભ્યોનું સંખ્યાબળ ભેગુ કરી લોકસભાની ચૂંટણી પછી ભાજપ પ્રમુખ-ઉપપ્રમુખ સામે અવિશ્વાસ દરખાસ્ત લાવે તેવી શક્યતા છે.

2015ની ચૂંટણીમાં ભાજપને 2 જ બેઠક મળી હતી: 2015ની ચૂંટણી વખતે જિલ્લા પંચાયતમાં કોંગ્રેસને 34 અને ભાજપને માત્ર 2 બેઠકો મળી હતી. ગત જુલાઈમાં સમિતિઓની રચના વખતથી કોંગ્રેસમાં ભંગાણ શરૂ થયું છે. બે તબક્કે કોંગ્રેસના બાગીઓ ભાજપમાં જોડાયા હતા. તે સંખ્યા 14 સુધી પહોંચી હતી. ગઈકાલે વધુ બે સભ્યો ભાજપમા જોડાતા પક્ષપલ્ટો કરનારા સભ્યોની સંખ્યા 16 થઈ છે. બે સભ્યો ભાજપના ચૂંટાયેલા છે. આ રીતે ભાજપ-કોંગ્રેસ બન્નેનું સંખ્યાબળ 18- 18 સભ્યોનું થઈ ગયું છે. સામાન્ય સભામાં સાદી બહુમતીથી કોઈ નિર્ણય લેવાનો હશે ત્યારે ખરાખરીનો ખેલ થશે.