તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલ્ટો, ખંભાળિયામાં વરસાદી છાંટા પડ્યા, ખેડૂતોમાં ચિંતા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વાદળિયા વાતાવરણ વચ્ચે ઠંડક વધી
રાજકોટ: રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે ખંભાળિયા પંથકમાં વરસાદી છાંટા પડ્યા હતા. વરસાદને લઇને જીરા અને ઘઉંના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી હોવાથી ખેડૂતોમાં ચિંતાનું મોજુ પ્રસર્યું છે. 

1) રાજ્યમાં 4થી 5 દિવસ ઠંડી હળવા વરસાદની આગાહી

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોથી ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષાથી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. વાદળિયા વાતાવરણ વચ્ચે ઠંડક વધી છે. ચારથી પાંચ દિવસ રાજ્યનાં કેટલાંક વિસ્તારોમાં વરસાદી છાંટાથી લઇને હળવા વરસાદની વકી છે. છેલ્લાં એક મહિનામાં ચાર વાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોથી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. હિમવર્ષાની અસરોથી શુક્રવાર સાંજથી ઠંડા પવનોનું જોર વધ્યું હતું. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

વધુ વાંચો